દિલ્હી હાઈકોર્ટમાંથી વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને મોટી રાહત, એશિયન ગેમ્સમાં જવાનો રસ્તો થયો સાફ
કુસ્તીબાજ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટના જસ્ટિસ પ્રસાદે કુસ્તીબાજો અમિત પંઘાલ અને સુજીત કલકલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે.
Delhi: દિલ્હી હાઈકોર્ટના (Delhi High Court) જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે શનિવારે એશિયન ગેમ્સ માટે બે કુસ્તીબાજો વિનેશ ફોગાટ (Bajrang Punia) અને બજરંગ પુનિયાને ટ્રાયલમાંથી મુક્તિ આપવાના નિર્ણયને પડકારતી રેસલિંગ એસોસિએશનની એડહોક કમિટીની અરજી ફગાવી દીધી હતી. આ નિર્ણય સાથે બંને કુસ્તીબાજો માટે એશિયન ગેમ્સમાં ભાગ લેવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે અમે નક્કી નહીં કરીએ કે શ્રેષ્ઠ રેસલર કોણ છે?
કુસ્તીબાજ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટના જસ્ટિસ પ્રસાદે કુસ્તીબાજો અમિત પંઘાલ અને સુજીત કલકલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. બંને દ્વારા એશિયન ગેમ્સમાં ટ્રાયલ વિના સીધી એન્ટ્રી આપવાની ચેલેન્જ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું- નવી પેઢીને મંદિરો દ્વારા સંસ્કાર આપવા પડશે
પસંદગી દરમિયાન પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું?
કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે અમે નક્કી નહીં કરીએ કે શ્રેષ્ઠ રેસલર કોણ છે? અમે માત્ર એ જ જોઈશું કે પસંદગી દરમિયાન પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું કે નહીં? ગઈકાલે શુક્રવારે સુનાવણી બાદ હાઈકોર્ટે કહ્યું હતું કે તેઓ પોતાનો નિર્ણય અનામત રાખે છે અને શનિવારે ચુકાદો સંભળાવશે.
અંડર-20 વર્લ્ડ ચેમ્પિયન અંકિતા પંઘાલ અને અંડર-23 એશિયન ચેમ્પિયન સુજીત કલ્કલે દિલ્હી હાઈકોર્ટમાં વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને ટ્રાયલ વિના ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં સીધી એન્ટ્રી આપવા સામે અરજી કરી હતી. ગઈ કાલે સુનાવણી દરમિયાન કોર્ટે એડહોક કમિટીને પૂછ્યું હતું કે પુનિયા અને ફોગાટને કયા આધારે ટ્રાયલમાંથી મુક્તિ આપવામાં આવી છે?
23 જુલાઈએ અન્ય ખેલાડીઓની ટ્રાયલ
આ સમગ્ર વિવાદનું કારણ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની એડહોક કમિટીએ લીધેલો નિર્ણય છે, જે અંતર્ગત કમિટીએ બજરંગ પુનિયાને પુરુષોની ફ્રીસ્ટાઈલ 65 કિગ્રા કેટેગરીમાં અને ફોગાટને મહિલાઓની 53 કિગ્રા કેટેગરીના ટ્રાયલ્સમાંથી મુક્તિ આપી હતી. જો કે, એડહોક કમિટીના નિર્ણયને બંને કુસ્તીબાજો દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને તેઓએ આ નિર્ણયને રદ કરવાની માંગ કરી છે.
ભારતીય કુસ્તી મહાસંઘ હવે 23 જુલાઈના રોજ અન્ય કુસ્તીબાજોની ટ્રાયલ લેશે અને પસંદગીના કુસ્તીબાજોના નામોની યાદી OCOને મોકલશે. શુક્રવારે આ કેસની સુનાવણી કરી રહેલા હાઈકોર્ટના જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે કહ્યું હતું કે અમે શનિવારે આ મામલે ચુકાદો સંભળાવીશું, કારણ કે રવિવારે ખેલાડીઓની ટ્રાયલ સમાપ્ત થઈ રહી છે.