વધારે લોડ થશે તો આપશે એલર્ટ, આ બ્રિજનું ગુજરાત સાથે પણ છે કનેક્શન, જુઓ ક્યા બની રહ્યો છે પુલ
રાજસ્થાનનો પહેલો હેગિંગ પુલ બાંસવાડામાં બની રહ્યો છે. તે રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશને જોડશે.
પહેલો હેગિંગ બ્રિજ
રાજસ્થાનનો આ પહેલો પુલ છે જે સેન્સર સપોર્ટ ટેકનોલોજી પર કામ કરશે.
સેન્સર સપોર્ટ ટેકનોલોજી
આ પુલ પરના સેન્સર દ્વારા, કંટ્રોલ રૂમ જાણી શકશે કે તેના પર કેટલો ભાર છે.
કેટલો ભાર છે તે જાણી શકાશે
આ પુલને ભૂકંપ પ્રતિરોધક બનાવવામાં આવી રહ્યો છે, તેના શોક એબ્જોર્બર અને ફ્લેક્સિબલ જોઈન્ટ ભૂકંપના આંચકાઓનો સામનો કરવા સક્ષમ છે.
ભૂકંપ પ્રતિરોધક
વરસાદ કે તાપમાનમાં ફેરફારને કારણે પુલની મજબૂતાઈમાં કોઈ ફરક નહીં પડે. પુલમાં સ્થાપિત કરવામાં આવી રહેલા હાઇ ટેન્શન સ્ટીલ કેબલ કાટ ન લાગે તેવી સામગ્રીથી બનેલા છે.
કોઈ ફરક નહીં પડે
પુલ ખૂબ જ મજબૂત રીતે બનાવવામાં આવી રહ્યો છે. તેના થાંભલા 28 મીટર પાણીની નીચે છે અને ખાસ વોટરપ્રૂફ કોંક્રિટનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે.
થાંભલા મજબૂત છે
આ પુલ 906 મીટર લાંબો છે, જે 105 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. પુલનું કામ 90 ટકા પૂર્ણ થયું છે.