IND vs BAN: મેચ ટાઈ થઈ છતાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે સુપર ઓવર કેમ ના થઈ? જાણો કારણ
ભારત અને બાંગ્લાદેશની મહિલા ટીમો વચ્ચે ODI શ્રેણીની ત્રીજી મેચ ટાઈ થઈ હતી, પરંતુ પરિણામ માટે બંને ટીમો વચ્ચે સુપર ઓવર રમાઈ ન હતી. જે બાદ ODI સીરિઝ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી.
ભારત (Team India) અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી ODI મેચ ટાઈ રહી હતી. મેચ ટાઈ થવાને કારણે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સાથે ટ્રોફી શેર કરવી પડી હતી. બંને વચ્ચે 3 મેચની વનડે સિરીઝ 1-1થી બરાબર રહી હતી. મેચ ટાઈ હોવા છતાં બંને વચ્ચે સુપર ઓવર (Super Over) રમાઈ ન હતી. તેની પાછળનું કારણ પણ ઘણું વિચિત્ર છે. વાસ્તવમાં, પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 4 વિકેટે 225 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 49 ઓવરમાં 9 વિકેટે 223 રન બનાવ્યા હતા.
મેચ ટાઈ થઈ છતાં સુપર ઓવર નહીં
ભારતને છેલ્લી ઓવરમાં જીતવા માટે 3 રનની જરૂર હતી, જ્યારે બાંગ્લાદેશને 1 વિકેટની જરૂર હતી. ઓવરની શરૂઆતમાં ભારતના ખાતામાં 2 રન ઉમેરાયા અને સ્કોર બરાબર થઈ ગયો. આ પછી ભારતને મેચ અને શ્રેણી જીતવા માટે એક રનની જરૂર હતી, પરંતુ મેઘના સિંહ ત્રીજા બોલ પર આઉટ થઈ ગઈ અને આ સાથે મેચ પણ ટાઈ થઈ ગઈ. મેચ ટાઈ થયા પછી બધાએ સુપર ઓવરની રાહ જોઈ, પરંતુ સુપર ઓવર થઈ નહીં.
Both Captains pose with the trophy after an eventful and hard-fought three-match ODI series 👏🏻👏🏻#TeamIndia | #WIvIND pic.twitter.com/wSTV1s9qOP
— BCCI Women (@BCCIWomen) July 22, 2023
શેડ્યૂલ સમય પૂરો થઈ ગયો હતો
સુપર ઓવર ન થવા પાછળનું કારણ ઘણું વિચિત્ર છે. મેચ કોમેન્ટેટર્સ અનુસાર, મેચનો સમયપત્રક પૂરો થઈ ગયો હતો, તેથી જ સુપર ઓવર રમાઈ ન હતી. વાસ્તવમાં મેચ પણ મોડી સમાપ્ત થઈ હતી. બીજા દાવમાં વરસાદના કારણે મેચ રોકવી પડી હતી. વરસાદના કારણે સમય વેડફાયો હતો અને બંને ટીમોએ લગભગ પૂરી 50 ઓવર રમી હતી. બાંગ્લાદેશે સંપૂર્ણ 50 ઓવર રમી હતી જ્યારે ભારતે 49.3 ઓવર રમી હતી. જો કે હવે આના પર પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આકાશ ચોખ્ખું હતું, વરસાદની કોઈ શક્યતા નહોતી.
આ પણ વાંચો : IND vs WI: આંખોમાં આંસુ, ગળે લગાડીને કર્યું ચુંબન, વેસ્ટ ઈન્ડિઝમાં વિરાટ કોહલીને મળ્યો માતાનો પ્રેમ, જુઓ Video
બાંગ્લાદેશને નુકસાન સહન કરવું પડી શકે
સુપર ઓવર સરળતાથી રમી શકાઈ હોત. એ પણ નોંધનીય છે કે આ મેચ તે મેદાન પર રમાઈ રહી હતી, જ્યાં પુરૂષોની આંતરરાષ્ટ્રીય મેચો મોટાભાગે રમાતી હોય છે અને ત્યાં ફ્લડલાઈટ પણ સારી હોય છે. આ મેચ ICC મહિલા ચેમ્પિયનશિપનો ભાગ હતી, જેના પરિણામથી 2025 મહિલા વર્લ્ડ કપના ક્વોલિફાયર નક્કી થશે. સુપર ઓવર ન રમાવાના કારણે બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા હતા અને બંને ટીમોમાંથી એક ટીમને 2 પોઈન્ટ મળવાની તક પણ જતી રહી હતી. યજમાન હોવાના કારણે ટીમ ઈન્ડિયા સીધી ક્વોલિફાય થશે, પરંતુ એક પોઈન્ટ બાંગ્લાદેશ માટે મોટો ફરક લાવી શકે છે.