T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાએ 15 ખેલાડીઓની પસંદગી કરી, હવે સૌથી મોટા સવાલનો જવાબ શોધવાની જરૂર

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની પસંદગી બાદ હવે ટીમ ઈન્ડિયાને યોગ્ય અને સંતુલિત પ્લેઈંગ ઈલેવન પસંદ કરવાના પડકારનો સામનો કરવો પડશે, કારણ કે જે ટીમની પસંદગી કરવામાં આવી છે તેની કેટલીક મર્યાદાઓ છે. એવામાં ટીમ મેનેજમેન્ટની સાથે કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા સામે એક મોટો પ્રશ્ન છે, જેનો જલ્દી જવાબ મેળવવો ખૂબ જ જરૂરી છે.

T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાએ 15 ખેલાડીઓની પસંદગી કરી, હવે સૌથી મોટા સવાલનો જવાબ શોધવાની જરૂર
Virat Kohli, Rohit Sharma, Rahul Dravid
Follow Us:
| Updated on: May 01, 2024 | 5:18 PM

આ ચર્ચા પહેલા પણ થઈ રહી હતી, ચર્ચા અત્યારે પણ થઈ રહી છે અને આગામી 2 મહિના સુધી પણ ચાલુ રહેશે, પરંતુ અત્યારે એ નક્કી થઈ ગયું છે કે T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કયા 15 ખેલાડીઓ કરશે. આમાં મોટેભાગના ખેલાડીઓની ટીમમાં શું ભૂમિકા છે તે નિશ્ચિત છે, છતાં અમુક એવા પ્રશ્નો છે, જેના જવાબ હજી બાકી છે. જેમાં સૌથી મોટો પ્રશ્ન સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેનો છે, કારણ કે તેની પસંદગીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કેપ્ટન રોહિત અને કોચ દ્રવિડે વિરાટ કોહલીની ભૂમિકાને લઈને મોટો નિર્ણય લેવો પડશે.

રોહિતનો ઓપનિંગ પાર્ટનર કોણ?

રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાની ટીમમાં ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમાંથી પણ 3 ઓપનિંગના દાવેદાર છે. ત્રણ નહીં પણ બે, કારણ કે કેપ્ટન રોહિત ચોક્કસપણે ઓપનિંગ કરશે. સવાલ એ છે કે બીજા ઓપનર તરીકે યશસ્વી જયસ્વાલને મેદાનમાં ઉતારવામાં આવશે કે વિરાટ કોહલીને? પ્રથમ નજરે, એવું સ્પષ્ટ લાગે છે કે જયસ્વાલ બીજો ઓપનર હોવો જોઈએ, પરંતુ જવાબ એટલો સરળ નથી.

રોહિત સાથે ઓપનર કોણ હશે?

IPL 2024માં વિરાટ કોહલી તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે અને યશસ્વી જયસ્વાલ તેની ટીમ રાજસ્થાન રોયલ્સ માટે ઓપનિંગ કરી રહ્યો છે. વિરાટે સતત રન બનાવ્યા છે જ્યારે યશસ્વીએ એક સદી સિવાય કોઈ મોટી ઈનિંગ રમી નથી. આમ છતાં આ નિર્ણય આસાન નથી. છેલ્લા T20 વર્લ્ડ કપ સુધી, વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે સતત ત્રીજા નંબર પર બેટિંગ કરી હતી, જ્યારે રોહિતની સાથે ઓપનર તરીકે શિખર ધવન, કેએલ રાહુલ, શુભમન ગિલ અને ઈશાન કિશન હતા. પરંતુ આ ભારત માટે ફાયદાકારક સાબિત થયું નથી, ખાસ કરીને પ્રથમ બેટિંગ કરવાની સ્થિતિમાં.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

આ પ્રશ્ન શા માટે મહત્વપૂર્ણ છે?

વાસ્તવમાં મુદ્દો એ છે કે જો વિરાટ કોહલી ત્રીજા નંબર પર બેટિંગ કરશે તો તેણે પાવરપ્લેની બહાર મોટાભાગનો સમય મધ્ય ઓવરોમાં પસાર કરવો પડશે. આ તે સમય છે જ્યારે મોટાભાગની T20 મેચોમાં સ્પિનરોનું વર્ચસ્વ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં સ્પિનરો સામે વિરાટ કોહલીનું પ્રદર્શન સતત કથળી રહ્યું છે. તે ઝડપથી વિકેટ નથી આપતો પણ ઝડપથી રન પણ નથી બનાવતો. વિરાટ સ્વીપ, રિવર્સ સ્વીપ, સ્વિચ હિટ અથવા સ્કૂપ/રૅમ્પ જેવા બિનપરંપરાગત શોટ પણ રમતો નથી, જેથી સ્પિનરો પરથી દબાણ દૂર કરી શકાય.

મધ્ય ઓવરોમાં બેટિંગ કરવી મોટો પડકાર

આને એક આંકડા પરથી સમજો – છેલ્લા 5 વર્ષમાં તમામ પ્રકારની T20 મેચોમાં રાઈટ આર્મ સ્પિનરો સામે કોહલીનો સ્ટ્રાઈક રેટ માત્ર 118.73 છે, જ્યારે લેફ્ટ આર્મ સ્પિનરો સામે તે ઘટીને માત્ર 111 થઈ ગયો છે. હવે કોહલી ગ્લેન મેક્સવેલ, હેનરિક ક્લાસેન અને લિયામ લિવિંગસ્ટન જેવો પાવરહિટર નથી. તે સૂર્યકુમાર યાદવ જેવા વિચિત્ર શોટ વડે રનની ગતિ વધારી શકતો નથી. આવી સ્થિતિમાં મધ્ય ઓવરોમાં બેટિંગ કરવી તેના માટે મોટો પડકાર છે.

કોહલીની ઓપનિંગના ફાયદા અને ગેરફાયદા

આના પરથી લાગે છે કે તેણે ટીમ માટે ઓપનિંગ કરવું જોઈએ કારણ કે પાવરપ્લેમાં તે ફાસ્ટ બોલરો સામે ઝડપી બેટિંગ કરવામાં સફળ રહે છે. IPLની આ સિઝનમાં કોહલી આ મામલે પહેલા કરતા વધુ સારો દેખાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેના માટે આ વિકલ્પ વધુ સારો છે. આ ઉપરાંત શિવમ દુબે અથવા સંજુ સેમસન જેવા વિસ્ફોટક બેટ્સમેનને સામેલ કરવાનો વિકલ્પ પણ બને છે. પરંતુ મુદ્દો એ પણ છે કે આના કારણે ટીમ ઈન્ડિયા પાવરપ્લે અને તેનાથી આગળ ઝડપી બેટિંગ કરવામાં સફળ રહેલા યશસ્વી જયસ્વાલ જેવા વધુ આક્રમક અને નીડર બેટ્સમેનની ક્ષમતા ગુમાવશે. એટલે કે ટીમ મેનેજમેન્ટ માટે નિર્ણય આસાન નહીં હોય.

આ પણ વાંચો : T20 World Cup શરુ થવાને ગણતરીના દિવસો બાકી, જાણી લો ટી 20 વર્લ્ડકપ વિશે તમામ માહિતી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">