T20 World Cup શરુ થવાને ગણતરીના દિવસો બાકી, જાણી લો ટી 20 વર્લ્ડકપ વિશે તમામ માહિતી

ટી 20 વર્લ્ડકપમાં કુલ 20 ટીમ ભાગ લઈ રહી છે. આ ટીમોને 4 ગ્રુપમાં વહેચવામાં આવી છે. વર્લ્ડકપની પહેલી મેચ 1 જૂનના રોજ રમાશે. 9 જૂનના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ટી 20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચુકી છે.

T20 World Cup શરુ થવાને ગણતરીના દિવસો બાકી, જાણી લો ટી 20 વર્લ્ડકપ વિશે તમામ માહિતી
Follow Us:
| Updated on: May 02, 2024 | 5:12 PM

ટી 20 વર્લ્ડકપ 1 જૂનથી શરુ થશે, આ ટૂર્નામેન્ટની ફાઈનલ 29 જૂનના રોજ રમાશે. વેસ્ટઈન્ડિઝ અને યુએસએ આ ટૂર્નામેન્ટની મેજબાની કરી રહ્યું છે. આ વખતે ટી 20 વર્લ્ડકપમાં કુલ 20 ટીમો ભાગ લેશે. જેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. વર્લ્ડકપમાં 9 જૂનના રોજ ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા મળશે.ટી 20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. 4 ગુજરાતી ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું છે.

ટી 20 વર્લ્ડકપની ફાઈનલ મેચ 29 જૂનના રોજ રમાશે

ટી 20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની પહેલી મેચ 5 જૂનના રોજ ન્યૂયોર્કમાં આયરલેન્ડ વિરુદ્ધ રમશે. વેસ્ટઈન્ડિઝ અને અમેરિકા ટૂર્નામેન્ટની સંયુક્ત મેજબાની કરી રહ્યું છે. જેમાં 20 ટીમ રમશે. જેને 5-5 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ ટી 20 વર્લ્ડકપ સૌથી મોટો વર્લ્ડકપ બની ગયો છે. ટૂર્નામેન્ટની શરુઆત એક જૂનના રોજ અમેરિકા અને કેનેડાની મેચથી શરુ થશે. સેમિફાઈનલ 26,27 જૂનના રોજ રમાશે અને ટી 20 વર્લ્ડકપની ફાઈનલ મેચ બારબાડોસમાં 29 જૂનના રોજ રમાશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ટી 20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન)યશસ્વી જ્યસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર) શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન) રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર) મોહમ્મદ સિરાજ

ટી 20 વર્લ્ડકપમાં કુલ 20 ટીમો ભાગ લેશે

29 દિવસ સુધી રમાનારી આ ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, આયરલેન્ડ, કેનેડા, અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામીબિયા, સ્કોટલેન્ડ, ઓમાન, ન્યુઝીલેન્ડ, વેસ્ટઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાંડા, પાપુઆ ન્યુ ગિની, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ , નેધરલેન્ડ અને નેપાળની ટીમ ભાગ લેશે.

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

જાણો કઈ ટીમ કયાં ગ્રુપમાં છે.

ગ્રુપ A : ભારત, પાકિસ્તાન, આયરલેન્ડ, કેનેડા, અમેરિકા

ગ્રુપ B : ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા,નામીબિયા,સ્કોટલેન્ડ,ઓમાન

ગ્રુપ C : ન્યુઝીલેન્ડ, વેસ્ટઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાંડા, પાપુઆ ન્યુ ગિની

ગ્રુપ D : સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ

આ પણ વાંચો  : T20 World Cup 2024 અમદાવાદ, સુરત, જામનગર અને આણંદના ખેલાડીને ટીમમાં મળ્યું સ્થાન, એક તો સાથે વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">