હોળી પર રોહિત શર્માની ‘બદમાશી’, કેમેરામેન પર પાણીનો કર્યો વરસાદ, જુઓ Video
IPL 2024ની સિઝન અને હોળીનો તહેવાર મતલબ રંગ અને ઉંમગનો 'ડબલ ડોઝ'. જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન "હીટ મેન" રોહિત શર્માનું ફોર્મમાં હોવું, મતલબ 'સોને પે સુહાગા'. ગુજરાત સામે પહેલી મેચમાં હાર છતાં મુંબઈ ઈન્ડિયન્સનો સૌથી સફળ ખેલાડી પોતાના પ્રદર્શનથી ચોક્કસથી ખુશ છે અને તેની ખુશી હોળીના દિવસે જોવા મળી હતી. રોહિતે હોળીની મોજ-મસ્તી સાથે મજેદાર રીતે ઉજવણી કરી હતી.
સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા પોતાના ક્રિકેટ કરિયરમાં જે પણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, તે ક્યારેય મસ્તી કરવાનો કોઈ મોકો છોડતો નથી. ચાહકો છેલ્લા ઘણા સમયથી તેનો આ લુક જોઈ રહ્યા છે અને IPL 2024ની સિઝનમાં પણ તે તેની આ સ્ટાઈલ બતાવવામાં નિષ્ફળ ગયો નથી. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપમાંથી હટાવવાને કારણે રોહિત ભલે નાખુશ દેખાતો હોય, પરંતુ તેણે મુંબઈ ઈન્ડિયન્સની હોળીની ઉજવણીમાં પોતાનું આનંદી સ્વરૂપ બતાવ્યું.
રોહિત શર્મા હોળીના રંગમાં રંગાયો
સોમવાર 25 માર્ચે, હોળીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. દેશવાસીઓએ એકબીજાને ગુલાલમાં રંગીને અને આનંદથી નાચીને તહેવારની ઉજવણી કરી હતી. ક્રિકેટરો પણ આમાં કેવી રીતે પાછળ રહી શકે? તેઓએ રંગો સાથે હોળી પણ ઉજવી. મુંબઈ ઈન્ડિયન્સે પણ તેમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનો આવો જ એક નાનો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે પાઈપ લઈ બધા પર પાણી નાખી રહ્યો છે. રોહિત પોતે હોળીના રંગમાં રંગાયેલો જોવા મળી રહ્યો છે. તેણે વીડિયો બનાવી રહેલા મુંબઈ ઈન્ડિયન્સની મીડિયા ટીમના સભ્ય પર પણ પાઈપમાંથી પાણી રેડ્યું, જેને જોઈને બધા હસી પડ્યા હતા.
દરેક ફ્રેન્ચાઈઝીએ હોળીની ઉત્સાહથી ઉજવણી કરી
બસ, માત્ર રોહિત અને મુંબઈ ઈન્ડિયન્સ જ નહીં પરંતુ અન્ય ટીમોએ પણ હોળીની ઉજવણી કરી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સથી લઈને દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સુધી, દરેક ફ્રેન્ચાઈઝીએ હોળીની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી. જો કે, છેલ્લા ઘણા સમયથી એવું જોવામાં આવ્યું છે કે જ્યારે પણ હોળીની આસપાસ IPLની સિઝન થાય છે, ત્યારે ભારતીય ખેલાડીઓ સિવાય વિદેશી ખેલાડીઓ પણ તેમાં ભાગ લે છે અને આ વખતે પણ એવું જ જોવા મળ્યું હતું. સ્ટાર સ્પોર્ટ્સ માટે કોમેન્ટ્રી કરી રહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્ટીવ સ્મિથ અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર સ્ટુઅર્ટ બ્રોડ પણ ગુલાલથી રંગાઈ ગયા હતા.
Happy Holi, everyone!
Brb, admin needs to get the phone repaired #MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 pic.twitter.com/4I0aIqnvru
— Mumbai Indians (@mipaltan) March 25, 2024
રોહિતની મજબૂત શરૂઆત
આ IPL સિઝન પહેલા જ રોહિત શર્મા પાસેથી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ છીનવાઈ ગઈ હતી, જેના કારણે રોહિત ખુશ દેખાતો નહોતો અને ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા આની ચર્ચા થઈ હતી. રોહિતના ચાહકો ખાસ કરીને એ જોવા માંગતા હતા કે શું રોહિત કેપ્ટનશિપ ગુમાવવા બદલ પોતાનો ગુસ્સો બોલરો પર ઠાલવશે? એવું કહેવું ખોટું નહીં હોય કે રોહિતે તેના ચાહકોની અપેક્ષાઓ સાચી સાબિત કરી. ગુજરાત ટાઈટન્સ સામેની પહેલી જ મેચમાં રોહિતે 29 બોલમાં 43 રનની ઝડપી ઈનિંગ રમીને ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. જોકે તેમ છતાં તેની ટીમ 6 રનથી હારી ગઈ હતી.
આ પણ વાંચો : Breaking: IPL 2024નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર, ફાઈનલ 26 મેના રોજ ચેન્નાઈમાં રમાશે, જાણો ક્યારે રમાશે બાકીની મેચો