હરભજન સિંહે પાકિસ્તાનીને લીધો આડે હાથ, કહ્યું આજકાલ શું ફૂંકી રહ્યા છો?
પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે પાકિસ્તાનના પત્રકારને જડબાતોડ જવાબ આપ્યો છે. ભજ્જીએ જવાબ સોશિયલ મીડિયા પર આપ્યો છે અને તેની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થવા લાગી છે. પાકિસ્તાનના ખેલાડીઓ હોય કે, પછી તેના પત્રકારો અનેકવાર ઇર્ષાભાવમાં વાહિયાત સવાલો ઉઠાવતા રહેતા હોય છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે સોશિયલ મીડિયા પર પાકિસ્તાની પત્રકારને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાની પત્રકારે પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીની તુલના પાકિસ્તાનના વર્તમાન વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન સાથે કરી છે. રિઝવાન સાથે ધોનીની તુલના કરવાની વાત હરભજન સિંહથી સહેજ પણ સહન થઈ નથી. આ તુલના પર ભજ્જીએ જડબાતોડ જવાબ વાળ્યો છે.
હરભજન સિંહે કહ્યું-શું ફૂંકી રહ્યા છો?
ધોની અને રિઝવાનની તુલના કરતી એક પોસ્ટ પાકિસ્તાની પત્રકાર ફરીદ ખાને એક્સ હેન્ડલ પર કરી હતી. ફરીદ ખાને એક્સ હેન્ડલ પર સવાલ પૂછ્યો કે, મહેન્દ્ર સિંહ ધોની કે મોહમ્મદ રિઝવાન, ઈમાનદારીથી કહો કે કયો ખેલાડી સારો છે? દરેક ક્રિકેટ ચાહક જાણે છે કે આ બંને ખેલાડીઓની સરખામણી દૂર દૂર સુધી ન થઈ શકે. ધોની માત્ર ભારતનો જ નહીં પરંતુ વિશ્વના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક છે.
What r u smoking nowadays ???? What a silly question to ask . Bhaiyo isko batao . DHONI bhut aage hai RIZWAN se Even if u will ask Rizwan he will give u an honest answer for this . I like Rizwan he is good player who always play with intent.. but this comparison is wrong. DHONI… https://t.co/apr9EtQhQ4
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 19, 2024
ભજ્જીથી ફરીદ ખાનની આ હરકત સહન ના થઈ અને તુરત જ તેને જડબાતોડ જવાબ આપતી પોસ્ટ શેર કરી હતી. હરભજન સિંહે લખ્યું, તમે આજ કાલ શું ફૂંકી રહ્યા છો? શું મૂર્ખતા વાળો સવાલ છે. ભાઈઓ, આમને બતાવો, ધોની ખૂબ જ આગળ છે. જો તમે આ સવાલ મોહમ્મદ રિઝવાનને પૂછશો તો તે તમને ઈમાનદારીથી જવાબ આપશે. મને રિઝવાન ગમે છે, તે એક સારો ખેલાડી છે જે હંમેશા ઈરાદા સાથે રમે છે. પરંતુ આ સરખામણી યોગ્ય નથી. ધોની હજુ પણ વિશ્વ ક્રિકેટમાં નંબર 1 છે. સ્ટમ્પ પાછળ તેના કરતા શ્રેષ્ઠ કોઈ નથી. હરભજન સિંહનો આ જવાબ હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ધોની સામે રિઝવાન દૂર દૂર સુધી નથી
મહેન્દ્રસિંહ ધોની દુનિયાનો એકમાત્ર એવો કેપ્ટન છે, જેણે ત્રણ અલગ-અલગ ICC ટ્રોફી જીતી છે. એમએસ ધોનીએ ધોનીએ 2004 થી 2019 દરમિયાન ટીમ ઈન્ડિયા માટે 90 ટેસ્ટ, 350 ODI અને 98 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ધોનીએ ટેસ્ટમાં 38.09ની એવરેજથી 4876 રન બનાવ્યા હતા. ODIમાં ધોનીએ 50.57ની એવરેજથી 10773 રન નોંધાવ્યા છે અને T20 ઈન્ટરનેશનલમાં એમએસ એ 37.60ની એવરેજ અને 126.13ની સ્ટ્રાઈક રેટથી 1617 રન ફટાકર્યા હતા.
હવે મોહમ્મદ રિઝવાન પર નજર કરીએ. રિઝવાને પાકિસ્તાન માટે અત્યાર સુધી માત્ર 30 ટેસ્ટ, 74 વનડે અને 102 ટી20 મેચ રમી છે. આ દરમિયાન, તેણે ટેસ્ટમાં 40.4ની સરેરાશથી 1616 રન નોંધાવ્યા છે. પાકિસ્તાની વિકેટકિપરે વનડેમાં 40.15ની સરેરાશથી 2088 રન નોંધાવ્યા છે. જ્યારે ટી20માં 48.01ની સરેરાશથી 3313 રન નોંધાવ્યા છે.