WPL 2023 શરુ થાય એ પહેલા જ બબાલ શરુ, ગુજરાત જાયન્ટ્સની ફિટ ખેલાડી રાતો-રાત થઈ ગઈ બહાર!
ગુજરાત જાયન્ટ્સની એક ખેલાડી ઈજાને લઈ બહાર થઈ હતી અને તેના અન્ય ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે હવે કહાનીમાં નવો વળાંક આવ્યો છે.

WPL 2023 ની શરુઆત આજે શનિવારથી મુંબઈમાં થઈ રહી છે. આ પહેલા જ એક વિવાદ શરુ થયો છે. ગુજરાત જાયન્ટ્સ ટીમની ખેલાડી ટૂર્નામેન્ટ શરુ થવા પહેલા જ ઈજાને લઈ બહાર થઈ ગઈ હોવાના સમાચાર હતા. વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટર ડિએન્ડ્રા ડોટિન ઈજાને લઈ બહાર થઈ હતી. તેના સ્થાને ગુજરાત જાયન્ટ્સે કિમ ગર્થનો સમાવેશ કર્યો હતો. પરંતુ હવે આ અદલા બદલીમાં નવો જ વળાંક સામે આવ્યો છે. કેરેબિયન મહિલા ક્રિકેટરે હવે એવુ દર્શાવ્યુ છે કે, મામલો ઈજાનો નહીં અલગ જ હતો. હવે આ વાતને લઈ સૌ કોઈ વિચારમાં પડી ગયા છે.
ડોટિન ઈજાને લઈ બહાર થઈ હોવાના મીડિયા રિપોર્ટ્સ હતા. પરંતુ આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝની ખેલાડીએ સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે. તેણે જે પ્રકારે પોતાના બહાર થવાના રિપોર્ટસને લઈ પ્રતિક્રિયા રજૂ કરી છે, કંઈક અલગ જ મામલો હોવાનુ દર્શાવે છે.
સોશિયલ મીડિયાએ મામલામાં શંકા પેદા કરી
મહિલા લીગની ટીમ ગુજરાત જાયન્ટ્સની ટીમે વેસ્ટ ઈન્ડિઝની જાણિતી ખેલાડીને ડિએન્ડ્રા ડોટિનનો સમાવેશ 60 લાખ રુપિયા ખર્ચીને કર્યો હતો. જોકે ત્યાર બાદ હવે મીડિયા રિપોર્ટસ આવી રહ્યા હતા કે, તે ઈજાને લઈને ગુજરાત ટીમ અને ટૂર્નામેન્ટથી બહાર થઈ છે. જોકે તેની ઈન્સ્ટા સ્ટોર પર તેણે લખ્યુ હતુ કે, “હું ઠીક થઈ જઉં, જેવુ મે માંગ્યુ હોય”. બાદ માં એક ટ્વીટ પણ કર્યુ હતુ કે, મારી પાસે જે મેસે જ આવી રહ્યા છે તેના માટે આભાર.
I really appreciate all the messages but truth be told I’m recovering from nothing but the Holy Ghost anointing thank you 🙏🏾 #GodIsGood #GodIsInControl
— Deandra Dottin (@Dottin_5) March 4, 2023
જોકે આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારે ફ્રેન્ચાઈઝી દ્વારા સ્પષ્ટતા કરી નથી. હાલ તો ડોડિનની પ્રતિક્રિયાઓ પરથી જણા રહ્યુ છે કે, મામલો ઈજાનો નથી અને તેના બદલે કંઈક અલગ જ વાત છે. જોકે ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા મારફતે જ નવા ખેલાડીને પોતાની સાથે સામેલ કર્યા અંગેની જાણકારી રજૂ કરી હતી.
🚨 Another lioness from Down Under, @kim_garth joins our pride! 🇦🇺🦁#WPL #GujaratGiants #AdaniSportsline #Adani pic.twitter.com/vd9z6Ssp0i
— Gujarat Giants (@GujaratGiants) March 3, 2023