IPL 2022: કોહલી જે કામ ન કરી શક્યો તે કામ ફાફ ડુ પ્લેસિસે કરી બતાવ્યું, બનાવ્યો આ ખાસ રેકોર્ડ
IPL 2022: ફાફ ડુ પ્લેસિસે આ મેચમાં 57 બોલનો સામનો કર્યો હતો અને 7 છગ્ગા અને 3 છોગ્ગાની મદદથી 88 રનની આક્રમક ઇનિંગ રમી હતી.

બેંગ્લોર (Royal Challengers Bengaluru) ટીમના નવા સુકાની ફાફ ડુ પ્લેસિસે (Faf du Plessis) IPL 2022 ની પહેલી જ મેચમાં પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે પોતાની બેટિંગના દમ પર ઘણા રેકોર્ડ બનાવ્યા. ડુ પ્લેસિસે આ મેચમાં 57 બોલનો સામનો કર્યો હતો અને 7 છગ્ગા અને 3 છોગ્ગાની મદદથી 88 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ ઇનિંગ્સ બાદ તે સુકાની તરીકે ડેબ્યૂ મેચમાં બેંગ્લોર ટીમ માટે અડધી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. આ પહેલા વિરાટ કોહલી સહિત બેંગ્લોર ટીમના કોઈ સુકાનીએ પોતાની ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારી ન હતી.
ડુ પ્લેસિસે પોલાર્ડનો રેકોર્ડ તોડ્યો
IPL 2022 ની પ્રથમ ઇનિંગ્સમાં સુકાની તરીકે સૌથી મોટી ઇનિંગ રમવાના મામલે ફાફ ડુ પ્લેસિસ ચોથા નંબર પર આવ્યો હતો. તેણે કીરોન પોલાર્ડનો રેકોર્ડ તોડી તેને પાંચમા સ્થાને ધકેલી દીધો.
આઈપીએલમાં પહેલી ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર સુકાની
119 રનઃ સંજુ સેમસન 99 રનઃ મયંક અગ્રવાલ 93 રનઃ શ્રેયસ અય્યર 88 રનઃ ફાફ ડુ પ્લેસિસ 83 રનઃ કેરોન પોલાર્ડ
Textbook Captain’s Knock. 🙌🏻
Well played, @faf1307! 👏🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #PBKSvRCB pic.twitter.com/qGetwe5fz6
— Royal Challengers Bangalore (@RCBTweets) March 27, 2022
ડુ પ્લેસિસે 3000 રન પુરા કર્યા
ડુ પ્લેસિસે પંજાબ સામે 88 રનની ઇનિંગના આધારે IPL માં પોતાના 3000 રન પૂરા કર્યા. તેણે 94 ઇનિંગ્સમાં આ 3 હજાર રન પૂરા કર્યા અને ડેવિડ વોર્નરની બરાબરી કરીને સંયુક્ત રીતે ત્રીજા નંબરે આવ્યો. IPL માં સૌથી ઓછી ઇનિંગ્સમાં 3000 રન પૂરા કરવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. તેણે 75 ઇનિંગ્સમાં આ સિદ્ધી મેળવી હતી. જ્યારે કેએલ રાહુલ બીજા નંબર પર છે.
આઇપીએલમાં સૌથી ઓછી ઇનિંગમાં 3000 રન પુરા કરનાર બેટ્સમેન
75 ઇનિંગઃ ક્રિસ ગેલ 80 ઇનિંગઃ લોકેશ રાહુલ 94 ઇનિંગઃ ફાફ ડુ પ્લેસિસ 94 ઇનિંગઃ ડેવિડ વોર્નર 103 ઇનિંગઃ સુરેશ રૈના 104 ઇનિંગઃ એબી ડિવિલિયર્સ 104 ઇનિંગઃ અજિંક્ય રહાણે
આ પણ વાંચો : DC vs MI IPL Match Result: અક્ષર પટેલે દિલ્હીનો રંગ રાખ્યો, મુંબઇ સામે લલિત સાથે મળીને DC ને અપાવી શાનદાર જીત
આ પણ વાંચો : મહિલા વર્લ્ડ કપમાં બહાર થયા બાદ ભારતીય મહિલા ટીમની સુકાની મિતાલી રાજે નિવૃતીને લઇને આપ્યું મહત્વનું નિવેદન