મહિલા વર્લ્ડ કપમાં બહાર થયા બાદ ભારતીય મહિલા ટીમની સુકાની મિતાલી રાજે નિવૃતીને લઇને આપ્યું મહત્વનું નિવેદન
ICC Women's World Cup: ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકા ટીમ સામે 3 વિકેટે હારી જતાં વર્લ્ડ કપમાંથી બહાર ફેકાઇ ગઇ હતી અને મિતાલી રાજ તથા ઝુલન ગોસ્વામી માટે આ અંતિમ મેચ બની રહેશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની (Team India) સ્ટાર અને સુકાની મિતાલી રાજે (Mithali Raj) વર્લ્ડ કપ પહેલા નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો હતો. પરંતુ દિગ્ગજ ભારતીય સુકાનીએ રવિવારે સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ વર્લ્ડ કપની સેમિ ફાઇનલની રેસમાંથી બહાર થયા બાદ તેમે પોતાના ભવિષ્યને લઇને કહ્યું કે, નિર્ણય લેવા માટે આ યોગ્ય સમય નથી. જ્યારે ભારતીય ટીમની સુકાની મિતાલી રાજને પૂછવામાં આવ્યું કે શું ભારતીય ટીમની જર્સીમાં આ તેની છેલ્લી મેચ છે, તો તેણે કહ્યું, ‘હું અત્યારે આ વિશે વાત કરવાની યોગ્ય સ્થિતિમાં નથી. મારા માટે મારા પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. આજે ટીમે જે રીતે પ્રદર્શન કર્યું છે તે જોતાં અત્યારે લાગણીઓને કાબૂમાં રાખવી મુશ્કેલ છે.’
વર્લ્ડ કપમાંથી ભારત બહાર નિકળ્યા બાદ દિગ્ગજ ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીની (Jhulan Goshwami) ક્રિકેટ કારકિર્દીનો પણ અંત આવી શકે છે. તે હાલ હેમસ્ટ્રિંગના કારણે દક્ષિણ આફ્રિકા સામે મેદાન પર ઉતરી શકી ન હતી. મિતાલી રાજે કહ્યું, ‘જો એક પેઢીના ખેલાડીઓ જશે તો બીજી પેઢી આવશે. દરેક વર્લ્ડ કપ પછી ટીમમાં હંમેશા ફેરફાર થાય છે. નવા ચહેરા પણ હશે અને કેટલાક અનુભવી ખેલાડીઓ પણ હશે.”
The things went right down to the wire & #TeamIndia fought hard.
But it was South Africa who won a thriller of a match. #CWC22 #INDvSA
Scorecard ▶️ https://t.co/BWw8yYOv30 pic.twitter.com/X7tr5HjOPB
— BCCI Women (@BCCIWomen) March 27, 2022
તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ ભારતને મહિલા વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયું છે. આ મેચમાં ભારતીય કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના અને તેની છેલ્લી મેચ રમનાર મિતાલીની અડધી સદીની મદદથી 7 વિકેટે 274 રન બનાવ્યા હતા. 275 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાને છેલ્લી ઓવરમાં સાત રનની જરૂર હતી. ત્રિશા ચેટ્ટી (7) આ ઓવરના બીજા બોલ પર દીપ્તિ શર્માના હાથે રનઆઉટ થઈ ગઈ હતી. પછીના બે બોલમાં 2 રન આવ્યા.
આ સમયે દક્ષિણ આફ્રિકાને 2 બોલમાં 3 રનની જરૂર હતી. ત્યારે દીપ્તી વર્માએ ઓવરનો પાંચમો બોલ નો બોલ નાખતા મેચની સ્થિતી બદલાઇ ગઇ અને મેચ સંપુર્ણ પણે દક્ષિણ આફ્રિકાના પક્ષમાં જતી રહી હતી. હવે દક્ષિણ આફ્રિકાને બે બોલમાં બે રનની જરૂર હતી. નો બોલ બાદ આફ્રિકાને ફ્રી હિટ મળી. જેના પર એક રન થયો અને દક્ષિણ આફ્રિકાએ છેલ્લા બોલ પર એક રન લઈને સરળતાથી મેચ જીતી લીધી. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝે વર્લ્ડ કપના છેલ્લા ચારમાં સ્થાન મેળવ્યું હતું.
આ પણ વાંચો : DC vs MI IPL Match Result: અક્ષર પટેલે દિલ્હીનો રંગ રાખ્યો, મુંબઇ સામે લલિત સાથે મળીને DC ને અપાવી શાનદાર જીત
આ પણ વાંચો : Swiss Open Badminton: પીવી સિંધુ એ મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું, ફાઇનલમાં બુસાનને 21-16, 21-8 થી માત આપી