DC vs MI IPL Match Result: અક્ષર પટેલે દિલ્હીનો રંગ રાખ્યો, મુંબઇ સામે લલિત સાથે મળીને DC ને અપાવી શાનદાર જીત

DC vs MI IPL Match Result: અક્ષર પટેલે દિલ્હીનો રંગ રાખ્યો, મુંબઇ સામે લલિત સાથે મળીને DC ને અપાવી શાનદાર જીત
Axar Patel અને Lalit Yadav હિરો રહ્યા

Delhi Capitals vs Mumbai Indians IPL Match Result: મુંબઈ ઈન્ડિયન્સનો આઈપીએલની પ્રથમ મેચમાં લાંબા સમયથી જીતનો સિલસિલો હજુ પણ ચાલુ છે.

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Mar 27, 2022 | 7:41 PM

લલિત યાદવ અને અક્ષર પટેલ (Lalit Yadav And Axar Patel) ની તોફાની ઇનિંગ્સને કારણે દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) IPL 2022માં જીત સાથે શરૂઆત કરી છે. તેણે પોતાની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટથી હરાવ્યું હતું. લલિત યાદવ (48) અને અક્ષર પટેલે સાતમી વિકેટ માટે 30 બોલમાં 75 રનની અતૂટ ભાગીદારી કરી અને મુંબઈની પકડમાંથી વિજય છીનવી લીધો. આ સાથે IPL ની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની જીત નહી મેળવવાનો સિલસિલો યથાવત છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ પાંચ વિકેટે 177 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હીએ 13.2 ઓવરમાં 104 રનના સ્કોર પર છ વિકેટ ગુમાવી હોવા છતાં, 10 બોલ બાકી રહીને લક્ષ્ય હાંસલ કરી લીધુ હતુ.

આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે ઈશાન કિશનના અણનમ 81 રનની મદદથી 177 રન બનાવ્યા હતા, કિશને કેપ્ટન રોહિત શર્મા સાથે મળીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 67 રન જોડ્યા હતા. રોહિતે ફોર સાથે ટીમનું ખાતું ખોલાવ્યું હતું. તેણે 41 રનની ઈનિંગમાં કેટલાક અદ્ભુત શોટ લગાવ્યા. આ દરમિયાન શાર્દુલ ઠાકુરે ખલીલ અહેમદના બોલ પર તેનો આસાન કેચ પણ છોડ્યો હતો. પરંતુ કુલદીપ યાદવે તેની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. રોહિતે 32 બોલ રમીને ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ત્રીજા નંબરે આવેલો અનમોલપ્રીત સિંહ ખાસ કંઈ કરી શક્યો નહોતો અને કુલદીપ યાદવનો બીજો શિકાર બન્યો હતો.

ઈશાન કિશનની ઇનીંગ પર મુંબઈએ મોટો સ્કોર ખડક્યો

આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે ઈશાન કિશનના અણનમ 81 રનની મદદથી 177 રન બનાવ્યા હતા, કિશને કેપ્ટન રોહિત શર્મા સાથે મળીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 67 રન જોડ્યા હતા. રોહિતે બાઉન્ડરી સાથે ટીમનું ખાતું ખોલાવ્યું હતું. તેણે 41 રનની ઈનિંગમાં કેટલાક અદ્ભુત શોટ લગાવ્યા. આ દરમિયાન શાર્દુલ ઠાકુરે ખલીલ અહેમદના બોલ પર તેનો આસાન કેચ પણ છોડ્યો હતો. પરંતુ કુલદીપ યાદવે તેની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. રોહિતે 32 બોલ રમીને ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ત્રીજા નંબરે આવેલો અનમોલપ્રીત સિંહ ખાસ કંઈ કરી શક્યો નહોતો અને કુલદીપ યાદવનો બીજો શિકાર બન્યો હતો.

ઈશાન કિશનની વિસ્ફોટક બેટિંગ

ઈશાન કિશન મુંબઈની ઈનિંગ્સનો આર્કિટેક્ટ હતો. તેણે 48 બોલનો સામનો કર્યો અને 11 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. તેણે આઈપીએલ 2022 માં પોતાનું ખાતું અડધી સદી સાથે ખોલ્યું હતું. કિશને પોતાના 50 રન 34 બોલમાં પૂરા કર્યા. આ ઈનિંગ દરમિયાન તેને ઈજા પણ થઈ હતી, જે બાદ તેને સ્કેન કરાવવા જવું પડ્યું હતું. પરંતુ તેઓ સંપૂર્ણપણે ઠીક છે.

કુલદીપની શાનદાર વાપસી

IPL માં પદાર્પણ કરી રહેલા તિલક વર્માએ 22 રનની ઇનિંગ રમી હતી પરંતુ તેનાથી તેમની પ્રતિભાની ઝલક જોવા મળી હતી. આ ડાબા હાથના બેટ્સમેને 15 બોલનો સામનો કર્યો અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા. તે ખલીલ અહેમદનો શિકાર બન્યો હતો. કિરન પોલાર્ડ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને કુલદીપ યાદવના બોલ પર ટિમ સીફર્ટ ડાઈવ કરીને તેનો જબરદસ્ત કેચ પકડ્યો હતો. ટિમ ડેવિડે સિક્સર ફટકારી અને 12 રન બનાવી ખલીલ અહેમદનો બીજો શિકાર બન્યો. કુલદીપ યાદવે દિલ્હીની બોલિંગ પર પ્રભુત્વ જમાવ્યું હતું, જેણે ચાર ઓવરમાં માત્ર 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે આઈપીએલમાં શાનદાર વાપસી કરી છે. છેલ્લી બે સિઝન તેના માટે ખૂબ જ ખરાબ રહી હતી.

આ પણ વાંચોઃ Sabarkantha, Arvalli: શામળાજી થી ચિલોડા સિક્સલેનના કાર્યનો ધમધમાટ, એક મહિનામાં 1 ડઝન ઓવરબ્રીજ શરુ કરાશે

આ પણ વાંચોઃ GT vs LSG, IPL 2022 Match Prediction: ગુજરાત ટાઈટન્સ ટકરાશે લખનૌ સુપરજાયન્ટ્સ સામે, ડેબ્યૂ મેચમાં કોણ મારશે બાજી? કોનુ પલડું ભારે? જાણો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati