IND vs BAN : લાઈવ મેચમાં રોહિત શર્માએ આ ગુજરાતી ખેલાડી સામે હાથ જોડીને માંગી માફી, જાણો કેમ?
બાંગ્લાદેશ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં ભારતીય બોલરોએ શાનદાર શરૂઆત કરી અને ઝડપથી વિકેટો લીધી. પછી એક એવી તક આવી જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઈતિહાસ રચી શકાયો હોત, એક રેકોર્ડ બનાવી શકાયો હોત, પણ તે તક હાથમાંથી નીકળી ગઈ અને રોહિતે માફી માંગવી પડી.

ટીમ ઈન્ડિયા અને તેના ચાહકો ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય કેપ્ટન રોહિત શર્મા પાસેથી મજબૂત પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે. જો રોહિતના બેટમાંથી મોટી ઈનિંગ આવશે તો ટીમ ઈન્ડિયા ચોક્કસથી ટાઈટલની દાવેદાર બનશે. પરંતુ માત્ર બેટિંગમાં જ નહીં રોહિતે તેની કેપ્ટનશીપમાં પણ કમાલ કરવી પડશે. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત રોહિત માટે નિરાશાજનક રહી અને તેનું કારણ ન તો તેની બેટિંગ હતી કે ન તો તેની કેપ્ટનશીપ, પરંતુ તેની ફિલ્ડિંગે રોહિતને નિરાશ કર્યો, જેના કારણે તેને મેદાન પર બધાની સામે હાથ જોડવા પડ્યા હતા.
અક્ષરની બોલિંગમાં રોહિતે કરી મોટી ભૂલ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે ભારતીય ટીમની પહેલી મેચમાં ફિલ્ડિંગ દરમિયાન રોહિત શર્માએ એવી ભૂલ કરી કે તે પોતાને કોસવા લાગ્યો અને પછી બધાની સામે હાથ જોડીને માફી માંગવા લાગ્યો. આ બધું બાંગ્લાદેશની ઈનિંગની નવમી ઓવરમાં બન્યું, જ્યારે અક્ષર પટેલ બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરમાં અક્ષરે સતત 2 બોલમાં 2 વિકેટ લીધી અને ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી.
Tanzid ☝️ Mushfiqur☝️ Hattrick… Well, almost!
Start watching FREE on JioHotstar: https://t.co/dWSIZFgk0E#ChampionsTrophyOnJioStar #INDvBAN, LIVE NOW on Star Sports 1 & Star Sports 1 Hindi! pic.twitter.com/5mn6Eqivci
— Star Sports (@StarSportsIndia) February 20, 2025
હેટ્રિક બોલ પર છોડ્યો કેચ
પરંતુ જ્યારે હેટ્રિક લેવાની વાત આવી ત્યારે કેપ્ટન રોહિતની ભૂલે બધી મહેનત બગાડી દીધી. અક્ષરના હેટ્રિક બોલ પર રોહિતે ઝાકિર અલીનો સરળ કેચ છોડી દીધો હતો. આ કારણે અક્ષર પટેલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં હેટ્રિક લેનાર માત્ર બીજો અને પ્રથમ ભારતીય બોલર બનવાથી રહી ગયો હતો. રોહિતને પણ તરત જ પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે જમીન પર જોરથી હાથ પછાડીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
હાથ જોડી માફી માંગી
પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યા પછી પણ રોહિતની નિરાશા દૂર ન થઈ અને તે પોતાને કોસતો જોવા મળ્યો. ઓવર પૂરી થયા પછી તે સીધો અક્ષર પાસે ગયો અને હાથ જોડીને ભૂલ માટે માફી માંગી. અક્ષર પટેલે પણ પોતાના કેપ્ટનની માફી સ્વીકારી અને બંને આગળ વધ્યા હતા.
Rohit Sharma apologized to Axar Patel with folded hands after dropping a catch on the hat-trick ball.#IndvsBan pic.twitter.com/viWhXY5YYZ
— Yanika_Lit (@LogicLitLatte) February 20, 2025
હાર્દિક-રાહુલે પણ છોડ્યા કેચ
જોકે, આ મેચમાં રોહિત એકમાત્ર ભારતીય ફિલ્ડર નહોતો જેણે કેચ છોડ્યો હતો. રોહિત પછી ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ આ ભૂલ કરી. તેણે કુલદીપ યાદવના બોલ પર તૌહીદનો કેચ છોડી દીધો હતો. આ કેચ પણ ખૂબ જ સરળ હતો. આ દરમિયાન ઝાકિર અલીને વધુ એક જીવનદાન મળ્યું જ્યારે કેએલ રાહુલે રવીન્દ્ર જાડેજાના પહેલા જ બોલ પર સ્ટમ્પિંગની તક ગુમાવી દીધી હતી.
આ પણ વાંચો: IND vs BAN: ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને રડાવી દીધું, અડધી ટીમ 51 બોલમાં જ પોવેલિયન ભેગી