AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને રડાવી દીધું, અડધી ટીમ 51 બોલમાં જ પોવેલિયન ભેગી

ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત ખૂબ જ શાનદાર રીતે કરી હતી. ભારતીય બોલરોએ પહેલા જ પાવરપ્લેમાં બાંગ્લાદેશની અડધી ટીમને આઉટ કરી દીધી હતી. આ દરમિયાન બાંગ્લાદેશનો ટોપ ઓર્ડર પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હતો.

IND vs BAN: ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને રડાવી દીધું, અડધી ટીમ 51 બોલમાં જ પોવેલિયન ભેગી
India vs BangladeshImage Credit source: X
| Updated on: Feb 20, 2025 | 4:40 PM
Share

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય બોલરોએ શાનદાર શરૂઆત કરી હતી. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે ભારતીય ટીમના બોલરોએ પહેલી ઓવરથી જ તબાહી મચાવી દીધી અને થોડી જ વારમાં બાંગ્લાદેશની અડધી ટીમને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો. ભારતીય બોલિંગ સામે બાંગ્લાદેશનો ટોપ ઓર્ડર પત્તાના ઢગલા જેવો તૂટી પડ્યો. આ સાથે બાંગ્લાદેશ ટીમે એક શરમજનક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.

શમી-રાણાએ શરૂઆતી ઝટકા આપ્યા

આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પહેલી જ ઓવરમાં તેમના નિર્ણયને ખોટો સાબિત કરી દીધો. શમીએ બાંગ્લાદેશના ઓપનર સૌમ્ય સરકારને પોતાનું ખાતું ખોલવા દીધું ન હતું અને પહેલી ઓવરના પાંચમા બોલ પર તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી હર્ષિત રાણાએ મેચની બીજી ઓવરમાં બાંગ્લાદેશને બીજો ઝટકો આપ્યો. નઝમુલ હુસૈન શાંતો ફક્ત 2 બોલનો સામનો કરી શક્યો અને ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો. ત્યારબાદ શમીએ ઈનિંગની સાતમી ઓવરમાં મેહદી હસનને આઉટ કરીને બાંગ્લાદેશને ત્રીજો ઝટકો આપ્યો.

51 બોલમાં બાંગ્લાદેશની અડધી ટીમ આઉટ

ફાસ્ટ બોલરો પછી ભારતીય સ્પિનર ​​અક્ષર પટેલની જાદુઈ બોલિંગ જોવા મળી હતી. તેણે ઈનિંગની નવમી ઓવરમાં સતત બે બોલ પર બે બેટ્સમેનોની વિકેટ લીધી હતી. પહેલા અક્ષરે તંજીદ હસનને પેવેલિયન મોકલ્યો, જે 25 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ પછી અક્ષરે બીજા જ બોલ પર મુશફિકુર રહીમની વિકેટ પણ લીધી હતી. જેના કારણે માત્ર 51 બોલમાં બાંગ્લાદેશની અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી.

બાંગ્લાદેશે બનાવ્યો શરમજનક રેકોર્ડ

તમને જણાવી દઈએ કે, ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં આ ત્રીજી વખત છે જ્યારે બાંગ્લાદેશની ટીમે પ્રથમ બે ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી છે. બાંગ્લાદેશ સિવાય, કોઈ પણ ટીમે પહેલી બે ઓવરમાં આટલી વાર બે વિકેટ ગુમાવી નથી. બાંગ્લાદેશે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવી છે, જે અન્ય ટીમોની તુલનામાં સૌથી વધુ છે. ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ 10 ઓવરમાં સૌથી વધુ વિકેટ ગુમાવવાનો રેકોર્ડ પણ બાંગ્લાદેશના નામે છે. 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશે પ્રથમ 10 ઓવરમાં 6 વિકેટ ગુમાવી હતી.

આ પણ વાંચો: Champions Trophy 2025 : ટીમ ઈન્ડિયાએ ગ્રુપ એની તમામ 3 મેચ જીતવી જરુરી છે, જાણો કેમ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">