Right Issue: શેરબજારમાં રાઇટ્સ ઇશ્યૂની ગરમાગરમી : એપોલોએ તારીખ જાહેર કરી, માર્કોબેન્ઝ હવે જાહેર કરશે તારીખ
બે કંપનીએ રાઈટ ઇશ્યૂની તારીખ જાહેર કરી જેમાં એપોલો ઇન્ગ્રેડિઅન્ટ્સ લિમિટેડ કંપનીએ રાઈટ ઇશ્યૂની તારીખ જાહેર કરી અને માર્કોબેન્ઝ વેન્ચર્સ લિમિટેડ કંપનીએ રાઇટ્સ ઇશ્યૂ ખરીદવાની તારીખ બહાર પાડવામાં આવી નથી.

Apollo Ingredients Ltd દ્વારા 07 જુલાઈ, 2025 ના રોજ કંપનીએ રાઈટ ઇશ્યૂની તારીખ જાહેર કરી છે. જેની પાસે 1 શેર હશે તે 25 શેર ખરીદી શકશે. કંપનીનો આ રાઇટ્સ ઇશ્યૂ આગામી 16 જુલાઈ, 2025 ના રોજ ખુલશે અને 29 જુલાઈ, 2025 ના રોજ બંધ થશે. એપોલો ઇન્ગ્રેડિઅન્ટ્સ લિમિટેડ રિઝર્વ રકમ 1.08 કરોડ છે તેમજ શેર હોલ્ડર માત્ર 41 જ છે.

Apollo Ingredients Ltd કંપની માર્કેટ કેપ રુપિયા 0.38 કરોડ છે. કંપનીના શેરની Current price 5.18 રુપિયા છે. કંપનીના શેર હોલ્ડર માત્ર 41 વ્યક્તિ પાસે હોવાથી ગમે ત્યારે બાજી પલટાવી શકે છે, એટલે શેર ખરીદતી વખતે સાવધાની જરૂરી છે.

MARKOBENZ VENTURES LIMITED દ્વારા 08મી જુલાઈ, 2025 ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડને એક અગત્યની સૂચના પાઠવી છે. કંપનીએ જણાવ્યું છે કે રાઈટ ઇશ્યૂ સમિતિના સભ્યોએ તેમની બેઠકમાં કંપનીના રાઇટ્સ ઇશ્યૂના "ડિવોલમેન્ટ" (Devolvement) ને ધ્યાનમાં લીધો છે. કંપનીનો આ રાઇટ્સ ઇશ્યૂ ખરીદવાની તારીખ બહાર પાડવામાં આવી નથી.

તમને જણાવીએ કે પબ્લિક ડોમેઈનમાં માર્કોબેન્ઝ વેન્ચર્સ લિમિટેડ કંપની રિઝર્વ રકમ નકારાત્મક ₹ -8.02 કરોડ દર્શાવામાં આવે છે. કંપનીના શેરની Current price 10.0 રુપિયા છે તેમજ માર્કેટ કેપ રુપિયા 67.3 કરોડ છે.

MARKOBENZ VENTURES LIMITED કંપનીના શેર હોલ્ડર 13,177 વ્યક્તિ છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
Stock Market Live: લાલ નિશાનમાં ખુલ્લું બજાર, ટાઇટન, નવીન ફ્લોરિન, કોટક બેંક ફોકસમાં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
