Knowledge: ટોયલેટ પેપરનો રંગ સફેદ કેમ છે, પીળો અથવા લીલો કેમ નથી? જાણો તેની પાછળનું વિજ્ઞાન
ટોયલેટ પેપર (Toilet Paper) બાથરૂમનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનો રંગ માત્ર સફેદ (White) જ કેમ હોય છે. તે રંગીન ન હોવાનું પણ એક કારણ છે.

ટોયલેટ પેપર (Toilet Paper) બાથરૂમનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનો રંગ માત્ર સફેદ (White) જ કેમ હોય છે. તે રંગીન ન હોવાનું પણ એક કારણ છે. આને સમજવા માટે પહેલા તમારે ટોયલેટ પેપર કેવી રીતે બને છે તે જાણવું પડશે. ટોયલેટ પેપર વૃક્ષો અથવા રિસાયકલ પેપરમાંથી (Recycle Paper) બનાવવામાં આવે છે. હવે ચાલો સમજીએ કે આખરે તેનો રંગ સફેદ કેમ છે?

રીડર્સ ડાયજેસ્ટના અહેવાલ મુજબ, જે ફાઈબરમાંથી ટોઈલેટ પેપર બનાવવામાં આવે છે તે કુદરતી રીતે સફેદ હોય છે. જ્યારે તૈયારી પ્રક્રિયા દરમિયાન બ્લીચનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે ગંદા ભાગને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે છે. આ રીતે તે વધુ સફેદ બને છે. રંગનો ઉપયોગ તેમને અલગથી રંગવા માટે થતો નથી, તેથી તે સફેદ હોય છે.

હવે ટોઇલેટ પેપર તૈયાર કરવાની બીજી પ્રક્રિયાને સમજીએ. બીજી પ્રક્રિયામાંથી તૈયાર થયેલો કાગળ રંગીન કે ઓફ વ્હાઈટ કેમ નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઝાડમાંથી ફાઈબર સિવાય તે અન્ય કચરો અને કાઢી નાખેલા કાગળોમાંથી બનાવવામાં આવે છે. જેમ કે- પ્રિન્ટરમાંથી કાઢેલા કાગળ, જૂના કાગળ અને નકામા કાગળ. તેમાંથી પણ આ તૈયાર કરવામાં આવે છે.

રિસાયકલ પેપર જેમાંથી ટોઇલેટ પેપર બનાવવામાં આવે છે. તે પહેલાથી જ સફેદ હોય છે. તેથી તેમાંથી તૈયાર કરાયેલા ટોઇલેટ પેપર સફેદ હોય છે. જો કે તેને તૈયાર કરવા માટે બ્લીચનો પણ ઉપયોગ થાય છે. આ રીતે તેમનો રંગ હળવો થઈ જાય છે. આ જ કારણ છે કે ટોયલેટ પેપરનો રંગ સફેદ હોય છે.

ટોયલેટ પેપર હંમેશા સફેદ હોતું નથી. 1950ના દાયકામાં શૌચાલયોમાં રંગીન કાગળનો ઉપયોગ થતો હતો. તેઓ વિવિધ રંગોના હતા. તેને સુરક્ષિત અને રંગોથી મુક્ત બનાવવા માટે રંગોનો ઉપયોગ બંધ કર્યો. આ રીતે તે માત્ર સફેદ જ જોવા મળે છે.