AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હોટલના રૂમમાં ઘડિયાળ કેમ નથી હોતી? 99% લોકોને આની પાછળનું રહસ્ય ખબર નથી

આપણે લોકો હોટલમાં રહેવા જઈએ ત્યારે એક વાત તો જરૂરથી નોટિસ કરી હશે કે, હોટલના રૂમમાં ઘડિયાળ નથી હોતી. જો કે, ઘણા લોકો હોટલના રૂમમાં ઘડિયાળ ન રાખવા પાછળનું રહસ્ય જાણતા નથી. તો ચાલો જાણીએ કે, હોટલના રૂમમાં ઘડિયાળ ન રાખવા પાછળનું રહસ્ય શું છે.

| Updated on: Jun 23, 2025 | 7:13 PM
Share
આપણે વેકેશન પર જઈ રહ્યા હોઈએ કે પરિવાર સાથે કોઈ પ્રવાસે જઈ રહ્યા હોઈએ, ત્યારે આપણે ઘણીવાર રહેવા માટે હોટલનો રૂમ બુક કરાવીએ છીએ.  હોટલો આપણને ખાવા-પીવાથી લઈને પીણા સુધીની તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડી આપે છે.

1 / 8
જો કે, એક વસ્તુ એવી છે કે જે ઘણીવાર હોટલના રૂમમાં જોવા મળતી નથી. જો તમે નોટિસ કર્યું હોય તો તમને ખબર જ હશે કે હોટલના રૂમમાં દિવાલ પર ઘડિયાળ કે એલાર્મ ઘડિયાળ હોતી નથી. હવે તમને એમ કે, ઘડિયાળ ખૂબ જ નાની વસ્તુ છે, તે હોય કે ન હોય તેનાથી આપણને શું ફરક પડે છે.

2 / 8
એવામાં હવે પ્રશ્ન એ થાય છે કે, હોટલના રૂમમાં ઘડિયાળ કેમ નથી હોતી? શું તે માત્ર એક સંયોગ છે કે પછી આની પાછળ હોટલ મેનેજમેન્ટની કોઈ ખાસ વ્યૂહરચના કે મનોવિજ્ઞાન છે? ઘડિયાળ થકી આપણને સતત સમયની જાણ થતી રહે છે. હવે ઘડિયાળ ન રાખવા પાછળ હોટલોનો હેતુ ફક્ત એ જ છે કે મહેમાનોને યોગ્ય આરામ મળે અને તેઓ પ્રવાસનો આનંદ નિશ્ચિત થઈને માણી શકે.

3 / 8
ઘડિયાળ દૂર કરીને, હોટલ મેનેજમેન્ટ ઇચ્છે છે કે મહેમાનો ટાઈમ ફ્રી અનુભવે, જેથી તેઓ સૂવા, નાસ્તો કરવા અથવા અન્ય પ્રવૃત્તિઓ માટે કોઈ જ પ્રકારની જલ્દી ન કરે. હોટલ મેનેજમેન્ટ ઇચ્છે છે કે, તમે જાગો અને તમારા દિવસની શરૂઆત તમારી પોતાની ગતિએ જ કરો.

4 / 8
ઘરે આપણે અવારનવાર ઘડિયાળના એલાર્મના અવાજ સાથે ઊઠીએ છીએ. હોટલ એક એવું વાતાવરણ આપવા માંગે છે કે, જ્યાં મહેમાનો ઘડિયાળ તરફ જોયા વગર આરામ કરી શકે. સમયનો દબાવ ન રહે અને પ્રવાસનો પૂરેપૂરો લાભ ઉઠાવે.

5 / 8
જ્યારે મહેમાનોને સમયની ખબર હોતી નથી, ત્યારે તેઓ રૂમ સર્વિસ, સ્પા, બાર અથવા રેસ્ટોરન્ટ જેવી હોટલ સુવિધાઓમાં વધુ સમય વિતાવે છે અને સ્વાભાવિક રીતે વધુ ખર્ચ કરે છે. ઘડિયાળ વિના, તેઓ વહેલા ચેક આઉટ કરવાનું પણ વિચારતા નથી. સમયની ખબર ન હોવાથી, મહેમાનો ઘણીવાર લાંબા સમય સુધી હોટલ સર્વિસનો ઉપયોગ કરે છે, જેના કારણે તેમનું બિલ વધે છે.

6 / 8
બીજું કે, આજના ડિજિટલ યુગમાં લગભગ દરેક વ્યક્તિ પાસે પોતાનો મોબાઇલ ફોન, સ્માર્ટવોચ અથવા અન્ય ગેજેટ હોય છે, જેના થકી તેઓ શું સમય થયો છે તે ચકાસી શકે છે. આથી, હોટલના રૂમમાં અલગથી ઘડિયાળ રાખવાની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે. જણાવી દઈએ કે, મહેમાનોને જગાડવા માટે હોટલોમાં વેક-અપ કોલ સર્વિસ ઉપલબ્ધ હોય છે.

7 / 8
ઘડિયાળ મૂકવાથી રૂમમાં બિનજરૂરી વસ્તુઓ ઉમેરાય છે, જેને વારંવાર સાફ કરવાની અથવા બદલવાની જરૂર પડે છે. દરેક રૂમમાં ઘડિયાળ લગાવવી અને તેની જાળવણી કરવી એ હોટલ માટે વધારાનો ખર્ચ છે.

8 / 8

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે.  જનરલ નોલેજના વિવિધ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">