ઓલિમ્પિક ગેમ્સમાં ઘણીવાર એવું જોવા મળશે કે, બરફ પર સ્કેટિંગ (Skating) કરતા ખેલાડીઓ ગોગલ્સ (Goggles) અને ચુસ્ત કપડાં પહેરે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે રમતવીરો આવું કેમ કરે છે? NBC ઓલિમ્પિક્સનો રિપોર્ટ કહે છે કે, બરફ પર સ્કેટિંગ કરનારા ખેલાડીઓ માટે ચશ્મા પહેરવા જરૂરી છે. તેની એક ખાસ વાત છે. જાણો શા માટે ખેલાડીઓ આવું કરે છે?
રિપોર્ટ અનુસાર જ્યારે એથ્લેટ્સ બરફ પર સ્કેટિંગ કરતી વખતે ઠંડી અને સૂકી હવા વચ્ચે ઝડપથી આગળ વધે છે ત્યારે ત્યાં તીવ્ર પવનનું વાતાવરણ સર્જાય છે. તે આંખોમાં ભેજ અથવા પાણી લાવી શકે છે. જે તેને જોવાનું મુશ્કેલ બનાવી શકે છે. તેથી જ રમતવીરો ચશ્માં પહેરીને જ મેદાનમાં પ્રવેશે છે.
રિપોર્ટ અનુસાર સ્કેટર જે ચશ્માં પહેરે છે, તેની મદદથી તેઓ વધુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. કેટલાક એથ્લેટ્સના ચશ્મામાં રંગોનો ઉપયોગ થાય છે. આવા ચશ્માં તેમને સ્કેટિંગ કરતી વખતે સ્પષ્ટ જોવામાં મદદ કરે છે.
સ્કેટિંગ એથ્લેટ્સ અલગ-અલગ ઝડપે રમત રમે છે. ઓછી સ્પીડ સ્કેટિંગના કિસ્સામાં ઘણા એથ્લેટ્સ ચશ્માં પહેરતા નથી. તે ચશ્માં વિના રમતમાં ભાગ લે છે.
આટલું જ નહીં, સ્કેટિંગ એથ્લેટ્સ ચુસ્ત કપડાં પહેરીને જોવા મળે છે. તેનું એક કારણ પણ છે. રિપોર્ટ અનુસાર સ્કેટર ચુસ્ત કપડાં પહેરે છે, જેથી પવન તેમના પર અસર ન કરે. પવનને કારણે તેમની ગતિ એટલે કે ઝડપ પર ખરાબ અસર ન થવી જોઈએ.