AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran Israel War Breaking : ટ્રમ્પે ઈરાનની ફુટબોલ ટીમને ચેતવણી આપી,FIFA વર્લ્ડકપ રમવું પડી શકે છે ભારે

Iran Israel War : FIFA વર્લ્ડકપ આ વર્ષે અમેરિકા,મેક્સિકો અને કેનેડામાં રમાશે. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે ઈરાનની ફુટબોલ ટીમને ચેતવણી આપી છે.

Iran Israel War Breaking : ટ્રમ્પે ઈરાનની ફુટબોલ ટીમને ચેતવણી આપી,FIFA વર્લ્ડકપ રમવું પડી શકે છે ભારે
| Updated on: Mar 13, 2026 | 10:00 AM
Share

દુનિયાની સૌથી મોટી ફુટબોલ ટૂર્નામેન્ટ FIFA ફીફા વર્લ્ડકપ 2026ને લઈ એક નવી રાજકીય ચર્ચા શરૂ થઈ છે. ટુર્નામેન્ટ પહેલા, યુએસ રાષ્ટ્રપતિના નિવેદને હંગામો મચાવ્યો છે, જેમાં ઈરાની રાષ્ટ્રીય ટીમને ચેતવણી આપવામાં આવી છે કે, જો તેઓ વર્લ્ડ કપમાં ભાગ લેશે તો તેમના જીવન અને સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.

વર્લ્ડકપમાં ભાગ લેવો સુરક્ષિત નહી

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની ફુટબોલ ટીમને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ઈરાનનું વર્લ્ડકપમાં સ્વાગત છે પરંતુ ખેલાડીઓનું અહી આવવું સુરક્ષિત નથી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, ઈરાનની ફુટબોલ ટીમનું વર્લ્ડકપમાં સ્વાગત છે પરંતુ તેમને લાગતું નથી કે, તેના જીવ અને સુરક્ષા માટે તેને અહી આવવું યોગ્ય છે.

ઈરાન ટૂર્નામેન્ટમાંથી નામ પરત લઈ શકે

તમને જણાવી દઈએ કે, 2026 ફીફા વર્લ્ડકપ અમેરિકામાં આયોજિત થવાનો છે. આ સમયે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ઈરાનની સંડોવણી અંગેની પરિસ્થિતિ જટિલ બની છે. ત્યારે એવી પણ અટકળો સામે આવી રહી છે કે, ઈરાન ટૂર્નામેન્ટમાંથી નામ પરત લઈ શકે છે.

ટ્રમ્પનું એક નિવેદન તે સમયે સામે આવ્યું છે. જ્યારે ફીફાના અધ્યક્ષ જિયાની ઈન્ફેટિનાએ હાલમાં કહ્યું હતુ કે, ટ્રમ્પ દ્વારા આશ્વસન મળી રહ્યું છે કે, ઈરાનની ટીમનું ટૂર્નામેન્ટમાં સ્વાગત કરવામાં આવશે. ઈન્ફેટિનોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, તેમણે ટ્રમ્પ સાથે હાલની સ્થિતિની ચર્ચા કરી અને રાષ્ટ્રપતિએ પુનરોચ્ચાર કર્યો કે ઈરાનની ટીમને યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાનાર વર્લ્ડ કપમાં રમવાની મંજૂરી આપવામાં આવશે.

ઈરાન દુર થયું તો કોને મળશે તક ?

ટ્રમ્પેના હાલના નિવેદન બાદ એ સવાલ ઉઠવા લાગ્યા છે કે, શું ઈરાન ટૂર્નામેન્ટમાં ભાગ લેશે? જો ઈાન અધિકારિક રુપે વર્લ્ડકપમાંથી દુર થાય છે. તો ફીફા તેના સ્થાને કોઈ અન્ય ટીમને તક આપી શકે. આવી સ્થિતિમાં એશિયાની ટીમોમાં ઈરાક સૌથી મજબુત ટીમ માનવામાં આવી રહી છે કારણ કે, તે એ એશિયાઈ ટીમોમાં સૌથી ઉપર રેન્ક પર છે. જે અત્યારસુધી વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરી શકી નથી. યુએઈ પણ સંભવિત વિકલ્પોમાં સામેલ છે.

ટ્રમ્પે ચારથી પાંચ અઠવાડિયા સુધી યુદ્ધ ચાલુ રાખવાની વાત કરી, ટ્રમ્પના પરિવારમાં કોણ કોણ છે જાણો અહી ક્લિક કરો

Follow Us
ગૃહિણીઓ મસાલાનો સ્ટોક કરતા પહેલા ચેતી જજો
ગૃહિણીઓ મસાલાનો સ્ટોક કરતા પહેલા ચેતી જજો
મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો, આધ્યાત્મિક ગુરુની મુલાકાત લેશો
મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો, આધ્યાત્મિક ગુરુની મુલાકાત લેશો
PM મોદીની અપીલ: દેશનું નાણું બચાવવા સોનું અને વિદેશ પ્રવાસ ટાળો
PM મોદીની અપીલ: દેશનું નાણું બચાવવા સોનું અને વિદેશ પ્રવાસ ટાળો
લુણાવાડા ટાઉન હોલ વિવાદ: ખાડો ખોદવામાં 46 લાખનો ધુમાડો, હવે પૂરવા નવો
લુણાવાડા ટાઉન હોલ વિવાદ: ખાડો ખોદવામાં 46 લાખનો ધુમાડો, હવે પૂરવા નવો
મહેસાણા: વસ્તી ગણતરીમાં શિક્ષકોનો વિરોધ, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
મહેસાણા: વસ્તી ગણતરીમાં શિક્ષકોનો વિરોધ, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
"પટેલો બોલવામાં કડવા હોય છે તેમણે મીઠુ બોલતા શીખવુ પડશે"- અનાર પટેલ
પોરબંદર ભાજપ મહામંત્રીની પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ફરિયાદ
પોરબંદર ભાજપ મહામંત્રીની પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ફરિયાદ
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
g clip-path="url(#clip0_868_265)">