બ્રિટિશ શાસન દરમિયાન ભારતીયો પર કયા નવા ટેક્સ લગાવવામાં આવ્યા હતા
બ્રિટિશ કાળમાં ભારતીય પર અનેક નવા નવા ટેક્સ લગાવવામાં આવ્યા હતા. જે પહેલા ક્યારેય વ્યાપક રીતે લાગુ ન હતા. આ ટેક્સનો મુખ્ય ઉદ્દેશ્ય હતો બ્રિટિશ શાસનનો ખર્ચાઓ ચલાવવાનો, ભારતમાંથી મહત્તમ આવક મેળવવાનો અને બ્રિટિશ સામ્રાજ્યની આર્થિક શક્તિ વધારવાનો હતો.

બ્રિટિશ કાળ દરમિયાન લગાવવામાં આવેલા ટેક્સની જો આપણે વાત કરીએ તો. બ્રિટિશ શાસનકાળમાં ભારતીય પર લગાવેલા મુખ્ય ટેકસ આ મુજબ હતા.

પહેલી વખત આવકવેરો 1860માં સર જેમ્સ વિલ્સન દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો.તેનો ઉદ્દેશ 1857ની ક્રંતિ પછી થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો હતો. પહેલા માત્ર ધનિક લોકો પર જ ટેક્સ લગાવવામાં આવતો હતો.

પ્રોપર્ટી ટેકસ ઘર કે સંપત્તિના માલિક પાસેથી લેવામાં આવતો હતો. શહેરી વિસ્તારોમાં ખાસ કરીને આ ટેક્સ વધારે વસુલવામાં આવતો હતો.સૌથી વિવાદાસ્પદ ટેક્સની જો આપણે વાત કરીએ તો. મીઠું (નમક)પર હતો. કારણ કે, મીઠું દરેક લોકોની જરુરત છે.દરેક વ્યક્તિએ મીઠા પર ટેક્સ દેવો પડતો હતો પછી તે ગરીબ હોય કે અમીર.

પહેલા પણ જમીન મહેસૂલ ટેક્સ હતો, પરંતુ બ્રિટિશ શાસને તેમાં વધારો કર્યો હતો. જમીનદારી, રાયતવારી અને મહલવારી પ્રણાલી હેઠળ આ ટેક્સ લેવામાં આવતો હતો. ખેડૂતો આ ટેક્સના ભોજ નીચે દબાઈ ગયા હતા જેના કારણે તેઓ દેવામાં પણ ફસાઈ ગયા હતા.

ભારતીય લોકોને જંગલના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.લાકડા, મધ, ઘાસચારો અથવા પ્રાણીઓના ચરવા પર ટેક્સ વસૂલવામાં આવતો હતો. પ્રોફેશનલ ટેક્સ વકીલો, ડોકટરો, સોના અને ચાંદીના વેપારીઓ વગેરે જેવા વ્યવસાયો પર ટેક્સ લેવામાં આવતો હતો.

કેટલાક ક્ષેત્રોમાં ધાર્મિક અથવા સામાજિક પ્રતીકો પર પણ ટેક્સ લગાવવામાં આવ્યો હતો.શહેરોમાં માલ સામાન લાવવા અને લઈ જવા પર ટેક્સ વસૂલવામાં આવતો હતો.

ભારતીય પ્રેસની સ્વતંત્રતાને પ્રતિબંધિત કરવા માટે ન્યુઝપેપર અને છાપેલી સામગ્રીઓ પર ટેક્સ લગાવવામાં આવ્યો હતો.ભારતમાંથી સસ્તા દરે કાચો માલ નિકાસ કરવામાં આવતો હતો અને તૈયાર માલ મોટો ટેક્સ સાથે લેવામાં આવતો હતો.

આ બધા ટેક્સના કારણે ગરીબી વધી, ખેડૂતો દેવામાં ડૂબી ગયા, લોકો દુષ્કાળને કારણે મરવા લાગ્યા હતા.બ્રિટન ભારતમાંથી દર વર્ષે કરોડો રૂપિયા કમાતું હતું. ટેકસની વસુલાત ક્રુર અને અમાનવીય રીતે કરવામાં આવતી હતી.કેટલાક ટેક્સ એટલા એવા હતા જેના વિરુદ્ધ આંદોલનો પણ કરવામાં આવ્યા હતા. (ALL photo : canva)
આવકવેરા પહેલા ભારતમાં લગાવવામાં આવેલા મુખ્ય ટેક્સ વિશે જાણો,અહી ક્લિક કરો
