બિહારના મુખ્યમંત્રીને કેટલો પગાર મળશે? જાણો
કોઈપણ રાજ્યના મુખ્યમંત્રીને પગાર, અન્ય વિવિધ લાભો અને ભથ્થાં મળે છે. જોકે, પગારનું સ્ટ્રક્ટચર રાજ્ય પ્રમાણે બદલાય છે. તો ચાલો જાણીએ બિહારના મુખ્યમંત્રીને કેટલો પગાર મળે છે.

બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો પર ચૂંટણી થઈ હતી. હાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ગઠબંધન આ વખતે પાંચ દળો સાથે મેદાનમાં હતી. ભાજપ અને જેડીયુ બંનેએ 243 સભ્યોની વિધાનસભામાં 101- 101 બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્યા હતા. વધુમાં, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) 29 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે રાષ્ટ્રીય લોક મોરચા (આરએલએમ) અને હિન્દુસ્તાની અવમ મોરચા (એચએએમ) 6-6 બેઠકો પર ચૂંટણી લડી હતી.

બીજી તરફ, મહાગઠબંધન (જીએમએ) 143 બેઠકો પર ચૂંટણી લડી છે, ત્યારબાદ કોંગ્રેસ (કોંગ્રેસ) 61, સીપીઆઈ(એમ) 20 અને વીઆઈપી 13 બેઠકો પર ચૂંટણી લડી છે, જ્યારે સીપીઆઈ(એમ) અનુક્રમે 9 અને 9 બેઠકો પર ચૂંટણી લડી છે.

બિહાર વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં સમાપ્ત થાય છે. એક તરફ મુખ્યમંત્રી નીતિશ કુમાર છે, જ્યારે બીજી તરફ વિપક્ષના નેતા તેજસ્વી યાદવ છે. છેલ્લી ચૂંટણી 2020માં યોજાઈ હતી, જ્યાં NDAને બહુમતી મળી હતી અને નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા હતા. ગઈ વખતની જેમ, આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો NDA અને મહાગઠબંધન વચ્ચે રહેવાની ધારણા છે.

બિહાર વિધાનસભાની ચૂંટણી 2025નું પરિણામ આજે સ્પષ્ટ થઈ જશે એટલે કે, આજે કઈ પાર્ટીના નેતૃત્વમાં સરકાર બનશે. તે નક્કી થશે. પરંતુ શું તમે જાણો છો કે, બિહારના સીએમને કેટલો પગાર મળે છે.

દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને અલગ અલગ-પગાર મળે છે. આ માટે કોઈ નિશ્ચિત રકમ નક્કી હોતી નથી. જો બિહારના મુખ્યમંત્રીના પગારની આપણે વાત કરીએ તો. નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે અને તેને દર મહિને 2.15 લાખ રુપિયાનો પગાર મળે છે.

સીએમના પગારની સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો. આ રકમ સીએમના બેસિક-પે સિવાય એચઆરએ સહિત અન્ય ભઠ્ઠું સામેલ હોય છે.મુખ્યમંત્રીને લક્ઝરી કાર, સરકારી બંગલા રહેવા માટે મળે છે. તેમજ તેનો ટેલિફોન અને ઈન્ટરનેટનો ખર્ચો પણ સરકાર ઉઠાવે છે.

આ સિવાય સીએમ દેશમાં કોઈ પણ પ્રવાસ કરે છે તો તે ફ્રીમાં હોય છે. સાથે તેના પરિવારને ફ્રી મેડિકલ સુવિધાઓ પણ આપવામાં આવે છે. મુખ્યમંત્રીની સેફ્ટી હાઈલેવલની હોય છે. તેમને ઝેડ કે પછી ઝેડ પ્લસ કેટેગરીની સુવિધા આપવામાં આવે છે. (ALL PHOTO : PTI)
પ્રેમલગ્ન કર્યા થોડા સમય બાદ પત્નીનું મૃત્યુ થયું, જાણો નીતીશ કુમારના પરિવાર વિશે અહી ક્લિક કરો
