Business Idea : ‘₹ 50,000’નું રોકાણ અને કમાણી એવી કે બિઝનેસના પહેલા જ મહિને ગાડી આવી જાય!
આજના સમયમાં ઈવેન્ટ હોય કે લગ્ન, લોકો સ્વાદિષ્ટ ભોજન માટે કેટરિંગ સર્વિસ પર વધુ નિર્ભર રહે છે. કેટરિંગ બિઝનેસ એવો વ્યવસાય છે કે, જેમાં તમે આરામથી એક ઓર્ડર પર 1-2 લાખ સુધીની કમાણી કરી શકો છો.

આ બિઝનેસ નાના પાયે શરૂ કરવા માંગતા હોવ તો આશરે ₹50,000 થી ₹1,00,000 સુધીનું રોકાણ કરી શકો છો. જો તમે મધ્યમ લેવલે આ બિઝનેસ શરૂ કરવાનો વિચારતા હોવ તો ₹2 થી ₹5 લાખની વચ્ચે રોકાણ કરી શકો છો અને જો તમે મોટાપાયે આ બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો ₹8 થી ₹10 લાખ જેટલું રોકાણ કરવા તૈયાર રહેજો.

નફાની વાત કરીએ તો, નાના ઓર્ડર પર મહિને ₹30,000 થી ₹50,000 જેટલી કમાણી કરી શકો છો. મધ્યમ લેવલે જોઈએ તો, આ આવક ₹70,000 થી ₹1.5 લાખ સુધી પહોંચી શકે છે. મોટા ઓર્ડર અને લગ્ન પ્રસંગોમાં તો એક ઓર્ડર પરથી ₹2 લાખ સુધીની કમાણી કરી શકો છો.

આ બિઝનેસમાં નફો કેટલો થશે એનો આધાર આપણા મેનેજમેન્ટ પર છે. બાકી સામાન્ય રીતે જોઈએ તો, આ બિઝનેસમાં 20% થી 40% જેટલો નફો મળી આવે છે.

કેટરિંગ બિઝનેસ માટે જરૂરી દસ્તાવેજોમાં પાન કાર્ડ, આધાર કાર્ડ, દુકાન લાઇસન્સ (Shop & Establishment License), FSSAI લાઇસન્સ અને GST નંબરની જરૂર પડે છે.

સાધનસામગ્રીની વાત કરીએ તો, રાંધવા માટે મોટા વાસણો, ગેસ-ચુલો, પાણી ગરમ કરવા માટે મશીન, ટેબલવેર અને રસોઈ ગરમ રાખવા માટે ખાસ ડબ્બાની જરૂર પડે છે.

સ્ટાફમાં એક સારો રસોઇયો, વેઈટરો, સફાઈ માટે માણસ અને ડ્રાઈવરની જરૂર પડશે. માર્કેટિંગ માટે Instagram, Facebook અને WhatsApp પર પેજ બનાવો, ફૂડના ફોટા નાખો અને રિવ્યૂ શેર કરો. આ સિવાય 'Influencers'ને બોલાવી કેટરિંગ સર્વિસને ફેમસ કરી દો.

જો તમે નવા છો, તો પહેલા કોઈ કેટરિંગ સર્વિસ સાથે જોડાઈ જાઓ અને ટ્રેનિંગ લો. ત્યારબાદ કેટરિંગના નાના-નાના ઓર્ડર લઈને બિઝનેસની શરૂઆત કરો. આ બિઝનેસ થકી તમે ટિફિન સર્વિસ પણ શરૂ કરી શકો છો.

YouTube પર કેટરિંગ સર્વિસને લગતા ઘણા વીડિયો છે કે જે તમને કેટરિંગના બિઝનેસને લઈને માર્ગદર્શન આપશે. હંમેશા હાઈજીન જાળવી રાખો, મેનુ અપડેટ કરો અને ફીડબેકના આધારે સુધારાઓ કરી ગ્રાહકનો વિશ્વાસ જીતી લો.

જો તમને રસોઈનો શોખ છે અને તમારી રસોઈ લોકોના દિલ સુધી પહોંચતી હોય, તો કેટરિંગનો બિઝનેસ તમારા માટે જ છે. આ બિઝનેસ થકી તમે નફાની સાથે-સાથે નામ પણ કમાઈ શકો છો.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

































































