પાંચ વખતનો વર્લ્ડ ચેમ્પિયન Viswanathan anand હવે માઈક સંભાળશે, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કોમેન્ટ્રી કરશે
વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 24 નવેમ્બરથી 16 ડિસેમ્બર દરમિયાન દુબઈમાં રમાશે. પાંચ વખતનો ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન આનંદ સત્તાવાર કોમેન્ટેટરમાંથી એક હશે

ભારતના ટોચના ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ સ્પર્ધાના તણાવ વિના વિશ્વ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે કારણ કે, તે કોમેન્ટેટરની ભૂમિકા ભજવવાની તૈયારી કરશે. તે ડિફેન્ડિંગ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન અને રશિયાના ઈયાન નેપોમ્નિયાચી વચ્ચેની ટક્કર પર કોમેન્ટ્રી કરશે.

આ ચેમ્પિયનશિપ 24 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી દુબઈમાં રમાશે. પાંચ વખતનો ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન આનંદ સત્તાવાર કોમેન્ટેટરમાંથી એક હશે. તેણે કહ્યું, 'મને લાગે છે કે મજા આવશે. મેં આનો ઓનલાઈન અનુભવ કર્યો છે. હું તેનો પ્રયાસ કરવા તૈયાર છું. તે ખૂબ સરસ હશે.'

કોમેન્ટેટરની ભૂમિકાની ઓફર કેવી રીતે આવી તે અંગે પૂછવામાં આવતા તેણે કહ્યું, "તેમાં કોઈ વાર્તા નથી, FIDEએ મને વર્લ્ડ ચેમ્પિયનશિપ મેચ માટે કોમેન્ટ્રી કરવા વિશે પૂછ્યું, તેથી મેં વિચાર્યું કે શા માટે તેને અજમાવી ન જોઈએ."

તેણે કહ્યું, 'તે ખાસ હશે. હું વર્લ્ડ ચેમ્પિયનશિપ મેચ રમવાના તણાવ વિના જવા માટે તૈયાર છું. હું પણ ચેસનો પ્રશંસક છું અને આશા રાખું છું કે તે સારી મેચ હશે.

ભારતના દિગ્ગજ ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ માટે ખાસ તારીખ 24 ડિસેમ્બર છે. વર્ષ 2000માં આ દિવસે તે પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો.