Katrina and Vicky Haldi Photos : હલ્દી સેરેમની વખતે એકબીજામાં ખોવાઈ ગયા વિકી અને કેટરીના, જુઓ તસવીરો
વર્ષોની અટકળો પછી, કેટરિના કૈફ અને વિકી કૌશલે આખરે તેમના લગ્નની તસવીરો શેર કરીને દુનિયા સમક્ષ તેમના સંબંધો જાહેર કર્યા. તેઓએ રાજસ્થાનમાં સવાઈ માધોપુરના વૈભવી સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા ખાતે 9 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા છે.

Katrina and Vicky Haldi Photos :વિકી કૌશલ અને કેટરિના કૈફ ગુરુવારે લગ્ન કરી લીધા. બંનેએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરીને ચાહકોને ખુશખબર આપી હતી.

હવે વિકી અને કેટરીનાએ હલ્દી સેરેમની ફોટા શેર કર્યા છે. ફોટો શેર કરતી વખતે બંનેએ એક જ કેપ્શન લખ્યું છે. બંનેએ લખ્યું, શુક્ર, ધીરજ અને સુખ.

બંનેના ફોટો ખૂબ જ ક્યૂટ છે. બંને કલાકારોના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.

કેટરીના કૈફે હલ્દી સેરેમનીમાં સફેદ રંગનો લહેંગા પહેર્યો હતો. આ સાથે તેણે પિંક કલરનો દુપટ્ટો પહેર્યો હતો. તેના હાથ પર મહેંદી પણ દેખાય છે.

હલ્દીમાં વિકી કૌશલ ફુલ મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નની તસવીરો અત્યાર સુધી સોશિયલ મીડિયા પર છવાયેલી રહી હતી કે હવે બંનેએ હલ્દી સેરેમની ફોટા પણ શેર કર્યા છે. ફેન્સની સાથે સેલેબ્સ પણ આ તસવીરો પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.