Gujarati News » Photo gallery » | Vadodara dominates in MP sports competition, more than 1500 people set a world record doing surya namskar
Photos: સાંસદ ખેલ સ્પર્ધામાં વડોદરાનો દબદબો, 1500થી વધુ સાધકોએ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સર્જ્યો
પ્રધાનમંત્રીની પ્રેરણાથી હાલમાં સાંસદ ખેલ સ્પર્ધા ચાલી રહી છે. 24 મી જૂને વિશ્વ યોગ દિવસની જાણે કે પ્રસ્તાવના બંધાતી હોય તે રીતે વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ પ્રાયોજિત સાંસદ ખેલ સ્પર્ધામાં સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ રચાયો છે.
પ્રધાનમંત્રીની પ્રેરણાથી હાલમાં સાંસદ ખેલ સ્પર્ધા ચાલી રહી છે. જેમાં 1500 થી વધુ સાધકોએ સમૂહમાં 51 સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ વિક્રમ સર્જયો.
1 / 5
24 મી જૂને વિશ્વ યોગ દિવસની જાણે કે પ્રસ્તાવના બંધાતી હોય તે રીતે વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ પ્રાયોજિત સાંસદ ખેલ સ્પર્ધામાં સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ રચાયો છે.
2 / 5
જેમાં 1500 થી વધુ સાધકોએ 51 વાર સામુહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા.સાંસદ ખેલ સ્પર્ધાનો બીજો દિવસ વિશ્વ વિક્રમને પગલે અવિસ્મરણીય બની રહ્યો હતો.
3 / 5
આ સૂર્ય સાધનાને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે,આ વિશ્વ વિક્રમમાં બાળકો,યુવાનો, મહીલાઓ અને વડીલોએ સહકાર આપ્યો હતો.
4 / 5
શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ઊગતા સૂર્યની સાક્ષીએ સાધકોએ સૂર્ય નમસ્કાર દ્વારા સ્વસ્થ જીવન શૈલી અને ચુસ્તી જાળવવાનો સંદેશ આપ્યો હતો. સાંસદ રંજનબેન ભટ્ટે સાધકોના ઉત્સાહની પ્રશંસા કરી હતી.