આજે સંસદ ભવનમાં પાંચમી વાર નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. તેઓ અલગ અલગ વર્ષે બજેટ રજૂ કરતા સમયે અલગ અલગ સાડીમાં જોવા મળ્યા છે. ચાલો જાણીએ ક્યાં વર્ષે નાણાં મંત્રી કઈ સાડીમાં જોવા મળ્યા છે.
આજે 1 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કરતા સમયે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બ્રાઈટ લાલ રંગની સાડીમાં જોવા મળ્યા હતા. આ લાલ રંગની સાડી પર કાળા રંગની બોર્ડર પણ છે. તે હૈંગલૂમની સાડી પહેરવી પસંદ કરે છે.
1 / 5
વર્ષ 2022માં નિર્મલા સીતારમણ મેલો રંગ એટલે કે બ્રાઉન રંગની સાડીમાં જોવા મળ્યાં હતા.
2 / 5
વર્ષ 2021માં સીતારમણ લાલ અને ઓફ સફેદ રંગની સાડીમાં પહેરીને આવી હતી. આ સિલ્ક પોચમપલ્લી સાડી પર ઈક્તની પેટર્ન હતી.
3 / 5
વર્ષ 2020માં નિર્મલા સીતારમણ પીળા રંગની સાડીમાં જોવા મળી હતી. તેમની સાડીમાં ભૂરા રંગની બોર્ડર હતી, જે આ સાડીની શોભા વધારી રહી હતી.
4 / 5
વર્ષ 2019માં નિર્મલા સીતારમણે ગુલાબી મંગલગિરી સિલ્ક સાડી પહેરી બજેટ રજૂ કર્યું હતું. આ સાડીમાં ગોલ્ડન રંગની બોર્ડર હતી. વર્ષ 2019માં તેમણે સૌ પ્રથમ વખત બજેટ રજૂ કર્યુ હતું.