આ છે ગુજરાતના પ્રથમ મુસ્લિમ મહિલા IPS ઓફિસર, ગોંડલમાં ASP તરીકે બજાવી ચુક્યા છે ફરજ
ગુજરાતની પ્રથમ મુસ્લિમ મહિલા IPS સારા રિઝવી હાલ ઈન્ટર સ્ટેટ કૈડર ડેપ્યુટેશન પર જ રહેશે. કેન્દ્ર સરકારે સારા રિઝવીની કેડર પ્રતિનિયુક્તિને બે વર્ષ માટે વધારી દીધી છે. રિઝવી હાલ જમ્મુ કાશ્મીર પોલીસ મુખ્યાલયમાં DIG ની જવાબદારી સંભાળી રહ્યા છે. ગુજરાતની આ મહિલા રાજ્યની પ્રથમ મુસ્લિમ મહિલા IPS બની છે. જેઓ હાલ ઈન્ટર સ્ટેટ કેડર ડેપ્યુટેશન પર રહેશે. કેન્દ્ર સરકારે તેમના કેડર પ્રતિનિયુક્તિને બે વર્ષ માટે વધાર્યો છે. જેઓ વર્તમાનમાં જમ્મુ કાશ્મીર પોલીસ હેડક્વાર્ટરમાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે.

સારા રિઝવી ગુજરાત કેડરની સૌપ્રથમ મુસ્લિમ મહિલા IPS બની છે. કેન્દ્ર સરકારે તેના ઈન્ટર સ્ટેટ ડેપ્યુટેશનને બે વર્ષ માટે વધારી દીધો છે. સારા રિઝવી 2008ની બેંચની IPS છે. તેમનું મૂળ કેડર ગુજરાત છે. સારા રિઝવી હાલ જમ્મુ કાશ્મીર પોલીસ મુખ્યાલયમાં DIG ના પદ પર તૈનાત છે. મુંબઈમાં જનમેલા સારા રિઝવીને વ્યક્તિગત કારણોથી પહેલા ગુજરાતથી જમ્મુકાશ્મીરમાં અંતર કૈડર પ્રતિનિયુક્તિ માટે મોકલવામાં આવ્યા હતા. હવે સરકારે બે વર્ષ માટે તેના ડેપ્યુટેશનને વધારી દીધુ છે. પહેલા તેમને ત્રણ વર્ષ માટે ડેપ્યુટેશન અપાયુ હતુ. તેઓ ઓક્ટોબર 2022માં જમ્મુ કાશ્મીર ગયા હતા.
સારા ના નામે અનોખી ઉપલબ્ધિ
સારા રિઝવીના નામે અનોખો રેકોર્ડ નોંધાયેલો છે. તેઓ ગુજરાતના પ્રથમ મુસ્લિમ મહિલા IPS છે. તેમણે UPSCની તૈયારી માટે ઉર્દુ માધ્યમ પસંદ કર્યુ અને તેમને MESCO (Modern Educational Social & Cultural Organisation) દ્વારા સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. સારા રિઝવીએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ મુંબઈમાં કર્યો છે. તેઓ કોમર્સ ગ્રેજ્યુએટ છે. સારા ચાર્ટર્ડ એકાઉન્ટ બનવા માગતા હતા પરંતુ એક લેક્ચરમાં તેમની જિંદગીની રાહ બદલી નાખી. તેઓ ડૉ. કે. એમ આરિફના લેક્ચરથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે UPSCની પરીક્ષાની તૈયારી કરવાનો નિર્ણય કર્યો. તેઓ બે પ્રયાસમાં સિવિલ સેવામાં સિલેક્ટ થઈ ગયા. જમ્મુ કાશ્મીરમાં તૈનાત સારા રિઝવી જમ્મુ કાશ્મીરમાં ઉદ્યમપુર ના DIG રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ DIG જમ્મુ (IR) અને DIG જમ્મુ આર્મ્ડનો વધારાનો કાર્યભાર સંભાળી ચુક્યા છે. ગોંડલના ASP રહી ચુક્યા છે સારા રિઝવી
વર્ષ 2008માં ગોંડલમાં ASP તરીકે બજાવી ફરજ
જમ્મુ કાશ્મીરમાં અનેક મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી ચુકેલા સારા રિઝવીએ વર્ષ 20078માં મુન્નવર ખાન સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. તેઓ એ સમયે RPF માં ટ્રેની આસિસ્ટન્ટ સિક્યોરિટી કમિશનર હતા. સારા રિઝવી IPS બન્યા બાદ ગુજરાતમાં ડ્યુટી કરી ચુક્યા છે. તેમની પહેલી પોસ્ટિંગ જામનગર ત્યારબાદ તેમને રાજકોટના ગોંડલ તાલુકામાં પોસ્ટિંગ મળી. એકસમયે ગોંડલ ગેંગવોર માટે કુખ્યાત હતુ. તેમને ગોંડલના ASP બનાવવામાં આવ્યા હતા. મુંબઈમાં જન્મેલા અને સારા રિઝવી એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. તેમના પિતા અફઝલ અહમદ સાયન્સ ગ્રેજ્યુએટ છે. તેમના માતા નિગાર રિઝવી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણેલા છે. સારાનો ભાઈ સિવિલ એન્જિનિયર અને બહેન સમીરા કોમ્પ્યુટર ગ્રેજ્યુએટ છે. જેઓ દુબઈમાં રહે છે.
