Union Budget 2022: : બજેટ વિશે કેટલાક મહત્વપૂર્ણ રસપ્રદ તથ્યો જાણો
2016માં સામાન્ય બજેટને લઈને મોટો ફેરફાર થયો હતો. રેલવે બજેટ, જે અલગથી રજૂ કરવામાં આવ્યું હતું, તેને નાબૂદ કરીને સામાન્ય બજેટમાં જ મર્જ કરવામાં આવ્યું હતું અને લાંબા સમયથી ચાલતી પરંપરાનો અંત આવ્યો હતો.

વર્ષ 1958-59માં દેશના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ બજેટ રજૂ કર્યું હતુ. બજેટ રજુ કરનાર તે દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા. તે સમયે નાણા મંત્રાલય પીએમ નેહરુ પાસે હતું.

જવાહરલાલ નેહરુ પછી, ઇન્દિરા ગાંધીએ પણ વડા પ્રધાન તરીકે બજેટ રજૂ કર્યું હતુ. ઇન્દિરા ગાંધી નિર્મલા સીતારમણ પહેલાં બજેટ રજૂ કરનાર અને નાણાં પ્રધાન પદ સંભાળનાર એકમાત્ર મહિલા રહી છે.

2016થી નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં સામાન્ય બજેટને લઈને મોટો ફેરફાર થયો હતો. રેલવે બજેટ જે અલગથી રજૂ કરવામાં આવતુ હતું, તેને નાબૂદ કરીને સામાન્ય બજેટમાં જ મર્જ કરવામાં આવ્યું હતું અને લાંબા સમયથી ચાલતી પરંપરાનો અંત આવ્યો હતો.

દેશમાં સૌથી વધુ 10 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈના નામે છે. તેમણે નાણામંત્રી તરીકે 6 વખત અને નાયબ વડાપ્રધાન તરીકે 4 વખત બજેટ રજૂ કર્યું હતું. એકવાર તેમના જન્મદિવસના દિવસે, તેમણે બજેટ રજૂ કર્યું.