Travel Trip : ક્રિસમસનું સેલિબ્રેશન કરવા ગુજરાત બહાર જવાની જરૂર નથી,આ બીચ ફેસ્ટિવલ પરફેકટ ઓપ્શન
છેલ્લા કેટલાક સમયથી માંડવીનું વિન્ડફાર્મ બીચ પ્રવાસીઓનું હબ બની ગયું છે. કારણ કે, માંડવીનો સુંદર બીચ પ્રવાસીઓને ખુબ જ આકર્ષે છે. તો તમે પણ આ ક્રિસમસ પર માંડવી બીચ ફેસ્ટિવલની મુલાકાત લઈ શકો છો.

માંડવી બીચ કચ્છ જિલ્લાના માંડવી દરિયાકિનારે આવેલું એક સુંદર સ્થળ છે.અહીં દરિયાકિનારે વીજળી પેદા કરવા માટે પવનચક્કીઓનું વિન્ડ ફાર્મ આવેલું છે. આ કિનારો કાશી-વિશ્વનાથ બીચ તરીકે પણ ઓળખાય છે. નજીકના આકર્ષણોમાં વિજય વિલાસ મહેલનો સમાવેશ થાય છે.

જો તમને ક્રિસમસમાં રજાઓ મળી રહી છે. તમે ઓછા બજેટમાં ક્યાંય ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આજે અમે તમને ગુજરાતમાં આવેલા કેટલાક એવા સ્થળો વિશે વાત કરીશું. જ્યાં તમે ફરવાનો પ્લાન બનાવી શકો છો.

માંડવી બીચ ફેસ્ટિવલના 10 દિવસ દરમિયાન સંગીત, હસ્તકલા, ફુડ, રેતી કલા અને ઘણું બધું માણી શકશો.મહત્વની વાત એ છે કે, બધા મુલાકાતીઓ માટે પ્રવેશ મફતમાં છે.તો તમે પણ ઓછા બજેટમાં પરિવાર સાથે નાની ટ્રિપ એન્જોય કરી શકો છો.

21 થી 31 ડિસેમ્બર 2025, વિન્ડફાર્મ બીચ સંસ્કૃતિ અને દરિયા કિનારે તમને બીચ ફેસ્ટિવલ જોવા મળશે. તો તમે એક વખત તમારા પરિવાર સાથે અહી મુલાકાત લઈ શકો છો.

અહી તમને લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ,સ્પોર્ટસ એક્ટિવિટી,કલ્ચર પ્રોગ્રામ, ફુડ સ્ટોલ,હેન્ડક્રાફટ સ્ટોલ તેમજ અનેક એક્ટિવિટીનો આનંદ માણી શકશો.

21 to 31 December 2025 સુધી સુંદર રમણીય વિન્ડફાર્મ બીચ માંડવીની એક વખત મુલાકાત જરુર લેજો.

દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ માંડવી બીચની મુલાકાત લેતા હોય છે.(All Photo : gujarattourism)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
