AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે થઈ જાવ તૈયાર, આ તારીખે ભરાશે તરણેતરનો મેળો

તરણેતરના મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ પણ તમને જોવા મળે છે. જો તમે પણ આ વખતે તરણેતરના મેળામાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ તારીખે ભરાશે મેળો.26 થી 29 ઓગસ્ટ 2025 દરમિયાન તરણેતરનો મેળો ભરાશે.

| Updated on: Jun 27, 2025 | 5:06 PM
 તરણેતર સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલું એક ગામ છે. તરણેતર મુખ્યત્વે તેનાં તરણેતર મેળાથી વધારે ફેમસ છે, તરણેતરનો મેળો પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે.

1 / 7
ચોટીલાથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા તરણેતરનો મેળો ઐતિહાસિક, સામાજિક, સાંસ્કૃતિ અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. આ વર્ષે તરણેતરનો મેળો 26 થી 29 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે.

2 / 7
તરણેતરનો મેળો મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો છે. સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક સ્થાન છે.તરણેતરનો મેળો ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે.

3 / 7
તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓની જો આપણે વાત કરીએ તો , સામસામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની રમઝટ અને અંદાજે 200 ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ છે.

4 / 7
મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ પણ તમને જોવા મળે છે.તરણેતરનો મેળો આમ રાસ, તાલ, લય, ગીત અને નૃત્યની ર્દષ્ટિએ તેમજ ભાતીગળ પોશાકના વૈવિધ્યથી દેશવિદેશમાં ખૂબ લોકપ્રિય બન્યો છે.

5 / 7
  જો તમારે તરણેતરના મેળામાં જવું હોય તો સૌથી પહેલા તમારે સુરેન્દ્રનગર જવાનું રહેશે. ત્યાંથી થાનગઢ અહી થોડા કિલોમીટર દુર તરણેતરનો મેળો ભરાય છે. ચોટીલાથી 39 કિલોમીટર દુર આવેલું છે.

6 / 7
તરણેતરમાં મેળામાં તમે બસ, કે પછી પ્રાઈવેટ કાર દ્વારા જઈ શકો છો. તેમજ ટ્રેનમાં જવું હોય તો સુરેન્દ્ર નગર સુધી ટ્રેનમાં બેસી, ત્યાંથી વાહનમાં તરણેતરના મેળામાં જઈ શકો છો.   (photo : gujarat tourisam)

7 / 7

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">