Travel Tips : ગુજરાતમાં આવેલું આ સ્થળ તમને Jurassic Parkનો અનુભવ કરાવશે, બાળકોને જરુર લઈ જાવ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલું ડીનો ટ્રેઈલ સ્થળ તમને જુરાસિકા પાર્કની ફિલ્મની યાદ અપાવશે. અહી ડાયનાસોરના અવશેષોના સંરક્ષણ વિશે પ્રવાસીઓને જણાવવામાં આવે છે. તો ચાલો બાળકોને લઈ બનાવી લો આ સુંદર સ્થળે ફરવાનો પ્લાન.

હોલીવુડ ફિલ્મ 'જુરાસિક વર્લ્ડ રિબર્થ' એ ભારતમાં 100 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી છે. બોક્સ ઓફિસ પર બોલિવૂડ અને સાઉથ ફિલ્મોના નિરાશાજનક પ્રદર્શન વચ્ચે આ ફિલ્મે 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો આજે અમે તમને એવા એવા ફરવા લાયક સ્થળ વિશે જણાવીશું, જે તમને જુરાસિકા વર્લ્ડ રિબર્થનો રિયલ લાઈફમાં અનુભવ થશે.

હોલીવુડ ફિલ્મ 'જુરાસિક વર્લ્ડ રિબર્થ' એ ભારતમાં 100 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી છે. બોક્સ ઓફિસ પર બોલિવૂડ અને સાઉથ ફિલ્મોના નિરાશાજનક પ્રદર્શન વચ્ચે આ ફિલ્મે 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો આજે અમે તમને એવા એવા ફરવા લાયક સ્થળ વિશે જણાવીશું, જે તમને જુરાસિકા વર્લ્ડ રિબર્થનો રિયલ લાઈફમાં અનુભવ થશે.

અમે વાત કરી રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલું ડીનો ટ્રેઈલ સ્થળ તમને જુરાસિકા પાર્કની ફિલ્મની યાદ અપાવશે. અહી ડાયનાસોરના અવશેષોના સંરક્ષણ વિશે પ્રવાસીઓને જણાવવામાં આવે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મુલાકાત લેવા માટે વિવિધ સ્થળો છે.કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ સ્થિત સૌથી રોમાંચક પર્યટન સ્થળોમાં ડીનો ટ્રેઇલ (DinoTrail) પાર્કનો સમાવેશ થાય છે.

ડીનો ટ્રેઇલ પાર્ક દરરોજ ખુલ્લું રહે છે. પ્રવેશ ફી નજીવી રહે છે અને તેથી તમારા ખિસ્સા પર વધુ અસર પડશે નહીં, જેથી પરિવાર સાથે સસ્તી ટ્રિપ કરી શકશો. અહી ગયા પછી તમને ફિલ્મ જુરાસિક વર્લ્ડ રિબર્થના શૂટિંગ સ્થળ હોય તેવો અહેસાસ થશે.

ડીનો ટ્રેઇલ પાર્ક એક અનોખો અનુભવ અપાવશે. જેમાં પ્રવાસીઓ ડાયનાસોર વચ્ચે ફરતા હોય તેવો અહેસાસ થાય છે.આ સ્થળ બાળકો અને પરિવારો માટે બેસ્ટ છે, ડાયનાસોર મોડેલો અને બોર્ડ પર માહિતી તમારા બાળકોને એક શૈક્ષણિક અનુભવ કરાવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સુવિધા માટે કેવડીયા રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે 5 કિમીના અંતરે આવેલું છે.

વડોદરાથી અંદાજે 90 કિમી દુર સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે. તમે બાઈક કે, કાર દ્વારા પણ અહી સરળતાથી પહોંચી શકો છો.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
