Travel Tips : જો તમે પ્રેગ્નન્સી દરમિયાન મુસાફરી કરી રહ્યા છો, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો
પ્રેગ્નન્સી દરમિયાન જો તમે ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે.તો કેટલીક વાતનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે. જેનાથી તમારા સ્વાસ્થ પર ખરાબ અસર ન પડે. તો ચાલો વધુ માહિતી જાણીએ ડોક્ટર પાસેથી

પ્રેગ્નન્સી દરમિયાન કેટલીક વાતનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે. આ દરમિયાન આરામ કરવાની સાથે સાથે લાઈફસ્ટાઈલનું પણ ખુબ ધ્યાન રાખવું જોઈએ. પ્રેગ્નન્સીમાં ટ્રાવેલ કરતી વખતે તમારે કેટલીક વસ્તુનું જરુર ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો આપણે વિસ્તારથી જાણીએ.

જો તમે પ્રેગ્નન્સી દરમિયાન ટ્રાવલ કરી રહ્યા છો. તે નાની નાની વાતનું ધ્યાન રાખવું જરુરી છે.કારણ કે, નાની વાત પણ ગંભીર અસર પહોંચાડી શકે છે.જો તમે પણ પ્રેગ્નન્સી દરમિયાન ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે ડૉક્ટર દ્વારા જણાવેલી આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

મુસાફરી કરતા પહેલા તમારા ડોક્ટર પાસે હેલ્થ ચેકઅપ જરુરી કરાવો. ખાસ કરીને જો કોઈ જુની બિમારી છે કે,દરરોજ દવા લઈ રહ્યા છે. તેમજ દવાની સાથે અલ્ટ્રાસાઉન્ડ તેમજ જરુરી ટેસ્ટ પણ કરાવવા જોઈએ, ટ્રિપ પ્લાન કરતી વખતે ડોક્ટરની પણ જરુર સલાહ લેવી.

મુસાફરી દરમિયાન જંક ફુડ, બહારનું મસાલેદાર ફુડ ખાવું જોઈએ નહીં,આ સાથે કેટલાક લોકો બહાર જાય તો મસાલેદાર ફુડનું સેવન વધારે કરે છે. જે બાદમાં નુકસાન પહોંચાડે છે. તમે બહાર જઈ રહ્યા હોય તો શક્ય હોય તેટલું મસાલેદાર ફુડથી દૂર રહો.

સફર દરમિયાન થાક વધારે લાગે છે. એટલા માટે આરામ કરો તમેજ પુરતી માત્રામાં ઊંઘ લો. કારણ કે, થાક અને ઓછી ઊંઘ તમારી તબિયત બગાડી શકે છે .

મુસાફરી દરમિયાન, તમે જે સ્થળે જઈ રહ્યા છો ત્યાંના હવામાન, ખોરાક અને પીવાના પાણી વિશે જાણો. ઉપરાંત, એવી જગ્યાએ જવાનું ટાળો જ્યાં તમારે ઘણું ચઢાણ કરવું પડે અથવા ચાલવું પડે. તે સ્થળની આસપાસની હોસ્પિટલો અને ડોકટરો વિશે માહિતી મેળવો. જેથી જો કોઈ પણ પ્રકારની સમસ્યા થાય, તો તમે જલદી ડોક્ટરનો સંપર્ક કરી શકો. (all photo : canva)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































