Travel Tips : ફ્રેન્ડશીપ ડે પર મિત્રોને ગુજરાતના આ સુંદર સ્થળ પર લઈ જાવ, ફ્રેન્ડ પણ સુંદર સ્થળ જોઈ કહેશે ‘Thank You’ મિત્ર
દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે.તમે તમારા મિત્રો સાથે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. જેથી આ દિવસને વધુ ખાસ બનાવી શકાય. ચાલો જાણીએ કે મિત્રો સાથે ફરવા માટે ગુજરાતના કયા શ્રેષ્ઠ સ્થળો છે.

જો તમે પણ મિત્રો સાથે મજેદાર બજેટ-ફ્રેંડલી અને રોમાંચક સફર કરવાનો પ્લાન કરી રહ્યા છો, તો અમે તમને કેટલીક સુંદર જગ્યાઓ વિશે જણાવીશું. જ્યાં તમે આ ફ્રેન્ડશીપ ડેને ખાસ બનાવી શકો છો.

આપણા જીવનમાં ઘણા સંબંધો હોય છે. પરંતુ મિત્રતા એક એવો સંબંધ છે જે દરેક પગલે આપણી સાથે રહે છે. ખુશીના પ્રસંગોમાં સાથે આનંદ માણવાથી લઈને તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં સલાહ અને ટેકો આપવા સુધી આ એક સાચા મિત્રની નિશાની છે.

તો આ વર્ષે 3 ઓગસ્ટના રોજ ફ્રેન્ડશીપ ડે છે. તમે પણ મિત્રો સાથે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો ચાલો તમને જણાવીશું ફ્રેન્ડશીપ ડે પર ગુજરાતમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળો કયાં છે, જેમ કે પોલો ફોરેસ્ટ, સાપુતારા, દ્વારકા અને સોમનાથ સહિત અમદાવાદના કેટલાક સ્થળો મિત્રો સાથે ફરવા માટે યોગ્ય છે.

સાપુતારા આ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે જે તેની હરિયાળી, ધોધ અને શાંત વાતાવરણ માટે ફેમસ છે.ચોમાસું આવતા જ લોકો સાપુતારા ફરવા જવાનો પ્લાન બનાવી લેતા હોય છે. તો તમે પણ ફ્રેન્ડશીપ ડે પર સાપુતારા ફરવાનો પ્લાન બનાવી શકો છો.

જો તમારા મિત્રો એડવેન્ચરના શોખીન છો, તમે પોલો ફોરેસ્ટ જવાનો પ્લાન બનાવી શકો છો. અહી તમે ટ્રેકિંગનો આનંદ માણી શકો છે.

રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ પણ ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. તળાવો, મંદિરો અને શાંતિપૂર્ણ વાતાવરણ અહીંના મુખ્ય આકર્ષણો છે. ચોમાસામાં માઉન્ટઆબુમાં હરિયાળી ખીલી ઉઠે છે. તમને જણાવી દઈએ કે, માઉન્ટ આબુ રાજસ્થાન અને ગુજરાતની ખુબ નજીક આવેલું સ્થળ છે.

આ ઉપરાંત તમે મિત્રો સાથે ગુજરાતના સૌથી પ્રખ્યાત સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી,લક્ષ્મી વિલાસ પેલેસ,અક્ષરધામ મંદિર,સાબરમતી આશ્રમ,વોટસન મ્યુઝિયમ,ગાંધી મ્યુઝિયમ,સ્વામી નારાયણ,દ્વારકા મંદિર અને સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર બેસ્ટ સ્થળો છે. જ્યાં તમે ફ્રેન્ડશીપ ડે પર ફરવાનો પ્લાન બનાવી શકો છો. (All photo gujarat tourisam and canva)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
