AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC રેન્કિંગમાં સંજુ સેમસનની કમાલ, 25 ખેલાડીઓને છોડ્યા પાછળ, અભિષેક શર્મા હજી પણ નંબર વન 

T20 વર્લ્ડ કપ 2026 પહેલા ICC T20 આંતરરાષ્ટ્રીય પ્લેયર રેન્કિંગમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

ICC રેન્કિંગમાં સંજુ સેમસનની કમાલ, 25 ખેલાડીઓને છોડ્યા પાછળ, અભિષેક શર્મા હજી પણ નંબર વન 
| Updated on: Mar 04, 2026 | 5:10 PM
Share

T20 વર્લ્ડ કપ 2026 પહેલા ICC દ્વારા જાહેર કરાયેલી નવીનતમ T20 આંતરરાષ્ટ્રીય પ્લેયર રેન્કિંગમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનનો સીધો અસર રેન્કિંગમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સંજુ સેમસનના ઉત્તમ ફોર્મને કારણે તેની રેન્કિંગમાં મોટો ઉછાળો આવ્યો છે. તિલક વર્મા અને ઇશાન કિશનને પણ ફાયદો થયો છે, જ્યારે બોલિંગ વિભાગમાં જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહે પણ પોતાની સ્થિતિ મજબૂત કરી છે.

વર્લ્ડ કપ દરમિયાન તેની શાનદાર બેટિંગ

બેટિંગ રેન્કિંગમાં સંજુ સેમસને સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. તે 25 સ્થાનની ઝંપલાવીને 65મા સ્થાનથી સીધો 40મા સ્થાન પર પહોંચ્યો છે. હાલમાં તેના રેટિંગ પોઈન્ટ 549 છે. વર્લ્ડ કપ દરમિયાન તેની શાનદાર બેટિંગ તેના આ ઉછાળા પાછળનું મુખ્ય કારણ છે. ખાસ કરીને સુપર 8ની અંતિમ મેચમાં તેણે 97 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, જેના કારણે ટીમને સેમિફાઇનલ સુધી પહોંચવામાં મોટી મદદ મળી.

ભારતીય ઓપનર ઇશાન કિશનને પણ રેન્કિંગમાં લાભ મળ્યો છે. તે 5મા સ્થાનથી આગળ વધીને 4થા સ્થાન પર પહોંચ્યો છે. તિલક વર્માએ પણ એક સ્થાનનો લાભ મેળવીને 7મા સ્થાનથી 6ઠ્ઠા સ્થાન સુધીનો સફર કર્યો છે. બીજી તરફ, સૂર્યકુમાર યાદવને થોડું નુકસાન થયું છે અને તે 7મા સ્થાન પર સરક્યો છે. જોકે, અભિષેક શર્મા માટે સારા સમાચાર છે કે તે હજુ પણ T20 બેટિંગ રેન્કિંગમાં નંબર વન સ્થાને યથાવત છે.

અર્શદીપ સિંહનું પણ શાનદાર પ્રદર્શન

બોલિંગ રેન્કિંગમાં પણ ભારતીય બોલરોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. જસપ્રીત બુમરાહ એક સ્થાનનો સુધારો કરીને 8મા સ્થાનથી 7મા સ્થાન પર પહોંચ્યો છે. મહત્વપૂર્ણ મેચોમાં વિકેટ લેવાની તેની ક્ષમતાએ તેને આ સફળતા અપાવી છે. અર્શદીપ સિંહે પણ શાનદાર પ્રદર્શન કરીને છ સ્થાનનો ઉછાળો મેળવ્યો છે અને હવે તે 13મા ક્રમે પહોંચી ગયો છે.

બીજી તરફ, રહસ્યમય સ્પિનર વરુણ ચક્રવર્તી બોલિંગ રેન્કિંગમાં નંબર વન સ્થાન પર યથાવત છે. આ નવી રેન્કિંગ અપડેટ T20 વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કા પહેલા આવ્યું છે, જ્યાં ભારતીય ટીમ 5 માર્ચે મુંબઈમાં ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલ મુકાબલો રમશે. ક્રિકેટ ચાહકો હવે આ મહત્વપૂર્ણ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

8 માર્ચે ICC કરશે કરોડો રૂપિયાનો વરસાદ, T20 વર્લ્ડ કપ જીતનારી અને રનર-અપ ટીમને કેટલા મળશે !

ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">