Tata Motorsની અમુક ગાડીઓ 1 જુલાઈથી થશે મોંઘી, તમે જે ગાડી ખરીદવા જઈ રહ્યા છો તે તો નથીને આ લિસ્ટમાં ? જાણો ડિટેલ

કોમોડિટીના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કંપનીએ કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા પણ ટાટા મોટર્સે આ વર્ષે એપ્રિલમાં ગ્રાહકોને ચોંકાવી દીધા હતા. મતલબ કે હવે તમારે નવી ગાડી ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. ખર્ચમાં વધારાને કારણે 1 એપ્રિલ, 2024થી કિંમતોમાં બે ટકા વધારાની જાહેરાત કરી હતી.

| Updated on: Jun 19, 2024 | 6:24 PM
દેશ અને વિશ્વની અગ્રણી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે બુધવારે 1 જુલાઈથી તેના આ વાહનોના ભાવમાં બે ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે કોમોડિટીના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવો પડ્યો છે.

1 / 7
ટાટા મોટર્સે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભાવ વધારો કોમર્શિયલ વાહનોની સમગ્ર શ્રેણી પર લાગુ થશે. આ વિવિધ મોડેલો અને આવૃત્તિઓ અનુસાર બદલાશે.

2 / 7
સમાચાર અનુસાર, આ વર્ષની શરૂઆતમાં 150 બિલિયન અમેરીકન ડોલર વાળા ટાટા ગ્રુપના ભાગમાં ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે 1 એપ્રિલ, 2024થી કિંમતોમાં બે ટકા વધારાની જાહેરાત કરી હતી.

3 / 7
 ટાટા મોટર્સ દેશની અગ્રણી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની છે. તે ટ્રક, બસ અને અન્ય કોમર્શિયલ વાહનોનું ઉત્પાદન કરે છે. ટાટા મોટર્સ દ્વારા આ વર્ષે કોમર્શિયલ વાહનોના ભાવમાં આ ત્રીજો વધારો છે. ઓટોમેકરે પહેલીવાર 1 જાન્યુઆરીથી કોમર્શિયલ વાહનોના ભાવમાં 3 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી હતી.

4 / 7
ટાટા મોટર્સે તેના માર્ચ ક્વાર્ટરના નાણાકીય પરિણામો 10 મે, 2024ના રોજ જાહેર કર્યા હતા. કંપનીએ તેના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 222 ટકાનો નોંધપાત્ર ઉછાળો નોંધાવ્યો હતો, જે 17,407.18 કરોડે રૂપિયા પહોંચ્યો હતો. તે દરમિયાન, કંપનીએ 1,19,986.31 કરોડ રૂપિયાની એકીકૃત આવકમાં નોંધપાત્ર 13.3 ટકા વૃદ્ધિ નોંધાવી હતી.

5 / 7
ટાટા મોટર્સ તેના કોમર્શિયલ વાહનો અને પેસેન્જર વાહનોના બિઝનેસને અલગ કરી રહી છે. આ વર્ષે 4 માર્ચે, ટાટા મોટર્સે તેના વ્યવસાયોને બે અલગ-અલગ લિસ્ટેડ એન્ટિટીમાં વિભાજિત કરવા માટે મૂલ્ય-અનલોકિંગ કવાયતની જાહેરાત કરી હતી.

6 / 7
એક સીવી બિઝનેસ અને તેના સંબંધિત રોકાણો હશે, અને બીજો પીવી બિઝનેસ હશે, જેમાં EV યુનિટ, JLR (જગુઆર લેન્ડ રોવર) અને સંબંધિત રોકાણોનો સમાવેશ થશે.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">