Success Story: 24 વર્ષની ઉંમરે બે વખત ક્રેક કરી UPSCની પરીક્ષા, પહેલા IPS હવે IASમાં થયું સિલેક્શન
Success Story of IPS Divya Tanwar: દિવ્યા તંવર 2021 બેચની IPS ઓફિસર છે. આ વખતે તે UPSCમાં AIR 105 મેળવીને IAS ઓફિસર બનવા જઈ રહી છે. તેણે યુપીએસસીની તૈયારી માટે કોઈ કોચિંગ લીધું ન હતું.

UPSC સિવિલ સર્વિસ પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષા છે. ઘણા ઉમેદવારોને તેને ક્રેકમાં વર્ષો લાગે છે. આવી સ્થિતિમાં જો એવું કહેવામાં આવે કે 24 વર્ષની ઉંમરે એક ઉમેદવાર બે વખત UPSC CSE પરીક્ષા પાસ કરીને ટોપર બન્યો છે તો વિશ્વાસ કરવો મુશ્કેલ છે. હરિયાણાના IPS ઓફિસર દિવ્યા તંવરે આવું જ અદભૂત પરાક્રમ કરી બતાવ્યું છે.

IPS દિવ્યા તંવર હરિયાણાના મહેન્દ્રગઢની રહેવાસી છે. સરકારી શાળાઓમાંથી અભ્યાસ શરૂ કર્યા પછી, તેઓ નવોદય વિદ્યાલય મહેન્દ્રગઢ માટે પસંદ થયા. દિવ્યાએ વિજ્ઞાન પ્રવાહમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

દિવ્યાના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. 2011માં પિતાના અવસાન બાદ પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. દિવ્યા બાળપણથી જ અભ્યાસમાં હોંશિયાર હતી. તેની માતા બબીતા તંવરે તેને અભ્યાસમાં ઘણો સાથ આપ્યો હતો.

તેણે સ્નાતક થયા પછી જ યુપીએસસીની તૈયારી શરૂ કરી. દિવ્યાએ 1.5 વર્ષની તૈયારી સાથે તેનો પહેલો UPSC પ્રયાસ કર્યો હતો. UPSC ઈન્ટરવ્યુના તેના વીડિયોઝ સોશિયલ મીડિયા પર જોવા મળે છે અને લાખો વ્યૂઝ છે.

દિવ્યાએ કોઈ કોચિંગ લીધું ન હતું અને તેના પહેલા જ પ્રયત્નમાં UPSC પ્રિલિમ પરીક્ષા પાસ કરી હતી. જો કે બાદમાં તેણે યુપીએસસીની મુખ્ય તૈયારી માટે ટેસ્ટ સિરીઝ સહિત વિવિધ ઓનલાઈન સ્ત્રોતોની મદદ લીધી.

પ્રિલિમ ક્લિયર કર્યા પછી તેને UPSC કોચિંગ મેન્ટરશિપ પ્રોગ્રામમાં પણ જોડાઈ. દિવ્યા તંવર હવે IAS અધિકારી બનવા માટે તૈયાર છે કારણ કે તેણે UPSC પરીક્ષા 2022 AIR 105 સાથે પાસ કરી છે. હાલમાં, તે 2021 બેચની IPS અધિકારી છે. આ તેમનો બીજો પ્રયત્ન હતો. તેણે પ્રારંભિક પ્રયાસમાં ઓલ ઈન્ડિયા રેન્ક (એઆઈઆર) 438 સાથે પરીક્ષા પાસ કરી અને આઈપીએસ અધિકારી બની.