AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran Israel War Day 5 : ઈરાને કર્યો ધડાકો, અમેરિકાની કતારમાં આવેલી એર રડાર સિસ્ટમ જ તોડી નાખી

હુમલાખોર અમેરિકા સામે બદલો લેવા માટે, ઈરાને કતારમાં આવેલ અમેરિકાની એક મહત્વપૂર્ણ રડાર સિસ્ટમ પર જ હુમલો કર્યો છે. આ રડાર સિસ્ટમ યુએસ સ્પેસ ફોર્સનું બેલિસ્ટિક મિસાઈલ પ્રારંભિક ચેતવણી આપતુ રડાર છે. સેટેલાઇટ દ્વારા પ્રાપ્ત થયેલ તસવીરોએ આ બાબતની હવે પુષ્ટિ આપી છે કે, ઈરાને કરેલો હુમલો સફળ રહ્યો છે અને અમેરિકાના રડારને નોંધપાત્ર નુકસાન થયું છે.

Iran Israel War Day 5 : ઈરાને કર્યો ધડાકો, અમેરિકાની કતારમાં આવેલી એર રડાર સિસ્ટમ જ તોડી નાખી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2026 | 3:58 PM
Share

ઈરાને તાજેતરમાં કતારમાં આવેલ અમેરિકાના 1.1 અબજ ડોલરના યુએસ બેલિસ્ટિક મિસાઈલ અંગે ચેતવણી આપતા રડાર પર હુમલો કર્યો હતો. સેટેલાઇટ દ્વારા પ્રાપ્ત થયેલ તસ્વીરોએ પુષ્ટિ કરી હતી કે આ મહત્વપૂર્ણ રડારને ગંભીર નુકસાન ઈરાને પહોચાડ્યું છે. એક સસ્તા શાહેદ ડ્રોને યુએસ મિસાઈલ સંરક્ષણને આંધળું કરી દીધું હતું, જેનાથી ગલ્ફ ક્ષેત્રમાં સુરક્ષા જોખમાઈ છે. ઈરાન ઈઝરાયેલ-યુએસએ યુદ્ધમાં ઈરાને અમેરિકા અને ઈઝરાયેલને મારેલો આ એક મોટો ફટકો ગણી શકાય છે.

હુમલાખોર અમેરિકા સામે બદલો લેવા માટે, ઈરાને કતારમાં આવેલ અમેરિકાની એક મહત્વપૂર્ણ રડાર સિસ્ટમ પર જ હુમલો કર્યો છે. આ રડાર સિસ્ટમ યુએસ સ્પેસ ફોર્સનું બેલિસ્ટિક મિસાઈલ પ્રારંભિક ચેતવણી આપતુ રડાર છે. સેટેલાઇટ દ્વારા પ્રાપ્ત થયેલ તસવીરોએ આ બાબતની હવે પુષ્ટિ આપી છે કે, ઈરાને કરેલો હુમલો સફળ રહ્યો છે અને અમેરિકાના રડારને નોંધપાત્ર નુકસાન થયું છે. આ સિસ્ટમની કિંમત આશરે $1.1 અબજ ડોલર અથવા આશરે રૂપિયા 9,000 કરોડ છે. તે મધ્ય પૂર્વમાં અમેરિકાનું સૌથી મોટું અને સૌથી મહત્વપૂર્ણ રડાર છે.

આ રડારનું મુખ્ય કાર્ય, તેના રડારક્ષેત્રમાં આવતી બેલિસ્ટિક મિસાઈલોને ઝડપથી શોધી કાઢવાનું છે, જે યુએસ સૈન્ય અને તેના સાથીઓને સમયસર ચેતવણી પૂરી પાડે છે. જો કે ઈરાને એક જૂની પુરાણી મોટર કાર કરતા પણ ઓછી કિંમતે બનેલા સસ્તા શાહેદ ડ્રોને, અમેરિકાની રડાર સિસ્ટમ તોડી પાડી છે. ઈરાનના સાવ સસ્તા ડ્રોને અમેરિકાની મોંધીદાટ અને મહત્વપૂર્ણ સંરક્ષણ પ્રણાલીને તોડી પાડીને અવકાશ ક્ષેત્રમાં અમેરિકાને હવે આંધળુ કરી નાખ્યું છે. તેને કોઈ મિસાઈલ ક્યાથી ત્રાટકશે તેની આગોતરી જાણકારી હવે મળવી મુશ્કેલ બનશે. આ ઘટના યુએસ સંરક્ષણ પ્રણાલીની નબળાઈઓને ઉજાગર કરે છે.

ઈરાન-ઈઝરાયેલ, યુએસએ યુદ્ધનો પાંચમો દિવસ, ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટનાનો જુઓ વીડિયો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">