AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : સૌથી મોટા ડિવિડન્ડની જાહેરાત ! રોકાણકારોને તો લોટરી લાગી, ‘1’ શેર પર મળશે ‘150’ રૂપિયા

આજનો દિવસ રોકાણકારો માટે ખાસ રહ્યો નથી. આવું એટલા માટે કેમ કે, 'ટ્રમ્પ ટેરિફ'ની અસરથી માર્કેટમાં હોબાળો મચી ગયો છે. જો કે, બીજી તરફ રોકાણકારો માટે એક ખુશખબર સામે આવી છે.

| Updated on: Aug 07, 2025 | 5:42 PM
Share
આજે શેરબજારથી બે મહત્વની વાતો સામે આવી છે. પહેલી વાત એ કે, એક કંપનીએ પ્રતિ શેર ₹150 ના મોટા ડિવિડન્ડની જાહેરાત કરી છે અને બીજી તરફ 'ટ્રમ્પ ટેરિફ'ની બજાર પર ખાસ અસર જોવા મળી છે.

1 / 6
પેજ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ક્વાર્ટર (Q1) માટે નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં તમામ મુખ્ય નાણાકીય પરિમાણોમાં (વર્ષ-દર-વર્ષ) સુધારો જોવા મળ્યો છે.

2 / 6
કંપનીએ જણાવ્યું હતું કે, તેનો ચોખ્ખો નફો 165 કરોડ રૂપિયાથી વધીને 201 કરોડ રૂપિયા થયો છે, જે 22% થી વધુનો વધારો દર્શાવે છે. કંપનીની કમાણી વિશે વાત કરીએ તો, તે 1,278 કરોડ રૂપિયાથી વધીને 1,317 કરોડ રૂપિયા થયું છે.

3 / 6
EBITDA 243 કરોડ રૂપિયાથી વધીને 295 કરોડ રૂપિયા થયો છે, જે ઓપરેશનલ પ્રોફિટમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. EBITDA માર્જિન 19% થી વધીને 22.4% થયો છે, જે ઓપરેશનલ કાર્યક્ષમતા અને ઇનપુટ કંટ્રોલ દર્શાવે છે.

4 / 6
હવે આ સાથે જ કંપનીએ પ્રતિ શેર રૂ. 150 ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. એકંદરે, પેજ ઇન્ડસ્ટ્રીઝે આ ક્વાર્ટરમાં આવક અને નફામાં સુધારો કર્યો છે. કંપનીએ ડિવિડન્ડ માટે 13 ઓગસ્ટની રેકોર્ડ ડેટ નક્કી કરી છે.

5 / 6
અગાઉ, કંપનીએ 21 મે, 2025 ના રોજ પ્રતિ શેર 200 રૂપિયા, ત્યારબાદ 13 ફેબ્રુઆરી, 2025 ના રોજ પ્રતિ શેર 150 રૂપિયા અને 14 નવેમ્બર, 2024 ના રોજ પ્રતિ શેર 250 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

6 / 6

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો. 

g clip-path="url(#clip0_868_265)">