AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

21 July 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને કોઈ નવી જવાબદારી મળી શકે છે અને કોણ સામાજિક કાર્યોમાં રુચિ વધારશે? જુઓ Video

21 July 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને કોઈ નવી જવાબદારી મળી શકે છે અને કોણ સામાજિક કાર્યોમાં રુચિ વધારશે? જુઓ Video

| Updated on: Jul 21, 2026 | 8:05 AM
Share

આજના દિવસે કેટલીક રાશિના જાતકોને કોઈ નવી જવાબદારી મળી શકે છે, જ્યારે કેટલીક રાશિના જાતકો સામાજિક કાર્યોમાં રુચિ વધારશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

આજનું રાશિફળ (Video): આજનો દિવસ કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર?

મેષ રાશિ:-

આજનો દિવસ તમારી અંદર એક નવો ઉત્સાહ અને સકારાત્મક ઊર્જા લઈને આવ્યો છે. અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે અને તમને સફળતા મળશે.

વૃષભ રાશિ:-

આજે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવધાની રાખવાની જરૂર છે. કામના ભારણને કારણે શારીરિક થાક અનુભવાશે.

મિથુન રાશિ:-

કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે, જેનાથી તમારો પ્રભાવ વધશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે.

કર્ક રાશિ:-

સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે, જેનાથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પણ બહારનું તળેલું ખાવાનું ટાળવું.

સિંહ રાશિ:-

આજે નોકરિયાત વર્ગના લોકોને પ્રમોશન અથવા પગાર વધારાના સંકેત મળી શકે છે. તમારી વાણી અને વ્યવહારથી તમે લોકોના દિલ જીતી શકશો.

કન્યા રાશિ:-

આજે દિવસની શરૂઆતમાં કામનો બોજ વધુ રહેતા થોડો માનસિક તણાવ રહી શકે છે. ઓફિસમાં સહકર્મીઓ સાથે કોઈ વાત પર વાદ-વિવાદ ન કરવો.

તુલા રાશિ:-

આજે તમારા ઘરમાં કોઈ શુભ કે મંગળ કાર્યની ચર્ચા થઈ શકે છે. લાંબા સમયથી અટકેલું નાણું પરત મળવાથી આર્થિક મોરચે મોટી રાહત મળશે.

વૃશ્ચિક રાશિ:-

આજે સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને કોઈ નવી જવાબદારી મળી શકે છે. તમારા અટકેલા કામો પૂરા થવાથી માનસિક સંતોષ મળશે.

ધન રાશિ:-

ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો તરફ તમારો ઝુકાવ વધશે. નોકરીમાં ટ્રાન્સફર અથવા બદલાવની ઈચ્છા રાખતા લોકો માટે સારો પ્રસ્તાવ આવી શકે છે.

મકર રાશિ:-

બિનજરૂરી દોડધામના કારણે સાંજના સમયે થોડો થાક કે માથાનો દુખાવો અનુભવાઈ શકે છે. પરિવારમાં કોઈ સભ્ય સાથે સામાન્ય મતભેદ થઈ શકે છે.

કુંભ રાશિ:-

વેપારમાં આજે અચાનક નાની અડચણ આવતા કોઈ મહત્વની ડીલ અટકી શકે છે. મિત્રો સાથે સાંજનો સમય મનોરંજક રહેશે.

મીન રાશિ:-

આજે તમને જૂના વિવાદો અથવા ઘરની સમસ્યાઓમાંથી રાહત મળશે. કાર્યક્ષેત્રમાં તમારી સમજદારીથી તમારો દબદબો રહેશે.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Published on: Jul 21, 2026 08:01 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">