AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારો માટે ‘ખુશખબર’… પ્રેશર કુકર માર્કેટની આ દિગ્ગજ કંપની આપશે ₹140 નું ‘બમ્પર ડિવિડન્ડ’

પ્રેશર કુકર અને કિચનવેર ક્ષેત્રની ભારતની એક જાણીતી અગ્રણી કંપનીએ તેના રોકાણકારો માટે દમદાર ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2026 માટે કંપની તેના શેરધારકોને પ્રતિ શેર 140 રૂપિયાનું જોરદાર ડિવિડન્ડ ચૂકવવા જઈ રહી છે, જેના માટે 22 જુલાઈને રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે.

| Updated on: Jul 11, 2026 | 9:00 PM
Share
હોકિન્સ કુકર્સ લિમિટેડ નાણાકીય વર્ષ 2026 માટે શેરદીઠ 140  રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ આપવાની છે. આ માટેની રેકોર્ડ ડેટ 22 જુલાઈ છે. આ તારીખના એક દિવસ પહેલા માર્કેટ ક્લોઝિંગ સુધી જે લોકોના નામ શેરના લાભાર્થી માલિકો તરીકે કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ડિપોઝિટરીઝના રેકોર્ડમાં નોંધાયેલા હશે, તેઓ આ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર બનશે. કંપનીના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે.

1 / 5
આ ડિવિડન્ડની જાહેરાત May મહિનામાં કરવામાં આવી હતી. હોકિન્સ દ્વારા અત્યાર સુધીમાં આપવામાં આવેલી આ સૌથી મોટી ડિવિડન્ડની રકમ છે. આ અંગે 29 જુલાઈએ કંપનીની વાર્ષિક સામાન્ય સભા (AGM) માં શેરધારકોની મંજૂરી લેવામાં આવશે. ડિવિડન્ડની ચુકવણી 28 ઓગસ્ટ 2026  સુધીમાં કરી દેવામાં આવશે. કંપનીએ નાણાકીય વર્ષ 2025 માટે શેરદીઠ 130 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું હતું. આ કંપની વર્ષ 2004 થી સતત ડિવિડન્ડ વહેંચી રહી છે.

2 / 5
પ્રેશર કુકર બનાવતી કંપનીઓમાં હોકિન્સ એક જાણીતું નામ છે. તે વર્ષ 1959 થી બિઝનેસ કરી રહી છે. કંપનીની વેબસાઇટ અનુસાર, તેની 2 ઓફિસ અને 4 ફેક્ટરી છે, જેમાં આશરે 700 લોકો કામ કરે છે. કંપનીનો દાવો છે કે, તે ભારતના પ્રેશર કુકર માર્કેટમાં લીડર છે. કંપની પોતાના તમામ પ્રકારના પ્રેશર કુકર્સ પર 5 વર્ષની ગેરંટી આપે છે. તે વર્ષ 1974 થી પોતાના ઉત્પાદનોની નિકાસ (એક્સપોર્ટ) પણ કરી રહી છે. હોકિન્સના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં હવે પ્રેશર કુકર ઉપરાંત ફ્રાઈંગ પેન, તવા, કઢાઈ, હાંડી અને બાઉલ્સ, નોન-સ્ટિક કુકવેર, ગેસ સ્ટવ, ઇન્ડક્શન કુકટોપ અને ઇલેક્ટ્રિક કેટલ પણ જોડાયેલ છે.

3 / 5
હોકિન્સ કુકર્સના શેરની કિંમત હાલમાં BSE પર 8,849 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 4,600 કરોડ રૂપિયાથી વધુ છે. આ શેર BSE 1000 ઇન્ડેક્સનો એક ભાગ છે. કંપનીમાં માર્ચ 2026ના અંત સુધીમાં પ્રમોટર્સ પાસે 56.03 ટકા હિસ્સો હતો. શેરની કિંમત એક મહિનામાં 15 ટકા વધી છે. BSE પર 52 સપ્તાહની એડજસ્ટેડ હાઈ સપાટી 9,900 રૂપિયા અને એડજસ્ટેડ લો (Low) સપાટી 7,025.85 રૂપિયા છે.

4 / 5
જાન્યુઆરી-માર્ચ 2026 ના ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન બેઝિસ પર હોકિન્સની આવક 365.43 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 39.77 કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ 2026 માં કંપનીની સ્ટેન્ડઅલોન આવક 1,252.93 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 131.19 કરોડ રૂપિયા નોંધાયો હતો. કંપની એપ્રિલ-જૂન 2026 ના ક્વાર્ટરના પરિણામો 29 જુલાઈએ જાહેર કરશે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

ન્યુક્લિયર પાવર પર વધી રહ્યો છે ‘દાવ’! આ 2 શેરને થશે ‘મોટો ફાયદો’, ફંડામેન્ટલ્સ છે ‘સુપર સ્ટ્રોન્ગ’

Follow Us
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા

વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video

ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video

સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન

સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો

સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ

કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?

સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો

72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો

Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ

g clip-path="url(#clip0_868_265)">