AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના ગ્યાસપુરમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, 80થી વધુ ઝૂંપડા ચપેટમાં આવ્યા

Breaking News : અમદાવાદના ગ્યાસપુરમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, 80થી વધુ ઝૂંપડા ચપેટમાં આવ્યા

| Updated on: Nov 24, 2026 | 1:52 PM
Share

ગ્યાસપુર વિસ્તારમાં મેટ્રો સ્ટેશન નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં 80થી વધુ ઝૂંપડાં તેની ચપેટમાં આવી ગયાં હતાં.

અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં મેટ્રો સ્ટેશન નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં 80થી વધુ ઝૂંપડાં તેની ચપેટમાં આવી ગયાં હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.

ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાની મોટી ઘટના

પ્રાથમિક માહિતી અનુસાર, ગ્યાસપુર મેટ્રો સ્ટેશન પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસનાં ઝૂંપડાં પણ તેની લપેટમાં આવ્યાં હતાં. જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની ટીમો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

80થી વધુ ઝૂંપડાં તેની ચપેટમાં

આ આગમાં 80થી વધુ ઝૂંપડાં તેની ચપેટમાં આવી ગયા છે. આગની ઘટનાની જાણ થતાં અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. બીજી તરફ, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ છે.

બે અલગ-અલગ સ્થળોએ આગની ઘટનાથી અનેક સવાલો

શહેરમાં બે અલગ-અલગ સ્થળોએ એકસાથે આગ લાગવાની ઘટનાઓ સામે આવતાં અનેક સવાલો ઊભા થયા છે. આ બંને ઘટનાઓને લઈને તપાસની માંગ ઊઠી રહી છે. મેયર હિતેશ બારોટ પણ આ ઘટનાને શંકાની નજરે જોઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Ahmedabad Breaking News: સરખેજમાં ડ્રગ માફિયાના ઘર પર ચાલ્યું દાદાનું બુલ્ડોઝર! તંત્રએ કરી કડક કાર્યવાહી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Nov 24, 2026 01:52 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">