AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગીર સોમનાથમાં સિંહણોનો આતંક! ગામમાં ઘૂસી ગાયનો શિકાર કર્યો, CCTVમાં દૃશ્યો કેદ

Breaking News : ગીર સોમનાથમાં સિંહણોનો આતંક! ગામમાં ઘૂસી ગાયનો શિકાર કર્યો, CCTVમાં દૃશ્યો કેદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2026 | 1:46 PM
Share

મોડી રાત્રે ચાર સિંહણો અચાનક સુગાળા ગામમાં આવી પહોંચી હતી. સિંહણોને જોઈને ગામમાં રખડતાં પશુઓમાં ભાગદોડ મચી ગઈ હતી. ત્યારબાદ સિંહ પરિવારે ગામની અંદર જ એક ગાયનો શિકાર કર્યો હતો અને મારણ કર્યું હતું.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સુગાળા ગામમાં મોડી રાત્રે ચાર સિંહણો ઘૂસી આવતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. સિંહણોના ગામમાં આગમનથી રખડતાં પશુઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દરમિયાન સિંહ પરિવારે ગામની અંદર જ એક ગાયનું મારણ કર્યું હતું.

મોડી રાત્રે ચાર સિંહણો ગામમાં ઘૂસી આવી

મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે ચાર સિંહણો અચાનક સુગાળા ગામમાં આવી પહોંચી હતી. સિંહણોને જોઈને ગામમાં રખડતાં પશુઓમાં ભાગદોડ મચી ગઈ હતી. ત્યારબાદ સિંહ પરિવારે ગામની અંદર જ એક ગાયનો શિકાર કર્યો હતો અને મારણ કર્યું હતું.

ગ્રામજનોમાં ચિંતા વધી

ગામની અંદર જ સિંહણોના આંટાફેરા અને મારણની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને રાત્રિના સમયે સિંહો ગામમાં ઘૂસી આવતાં ગ્રામજનોમાં ચિંતા વધી છે.

CCTV કેમેરામાં કેદ

આ સમગ્ર ઘટનાના દૃશ્યો ગામમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થયા છે. CCTV ફૂટેજમાં ચાર સિંહણોની ગામમાં એન્ટ્રી અને તેમના આગમનથી રખડતાં પશુઓમાં સર્જાયેલી અફરાતફરી જોવા મળી રહી છે.આ ઘટનાને પગલે ગ્રામજનોમાં રાત્રિના સમયે અવરજવર અને પશુઓની સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે. રહેણાક વિસ્તારમાં સિંહણો ઘૂસી આવી ગાયનું મારણ કરતી હોવાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ છે. ગ્રામજનો દ્વારા વન વિભાગને આ વિસ્તારમાં સિંહોની અવરજવર પર નજર રાખવા અને જરૂરી તકેદારીનાં પગલાં ભરવા રજૂઆત કરવામાં આવે તેવી શક્યતા છે.

Breaking News: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, 30 નવેમ્બરથી ફરી ઠંડીનો નવો રાઉન્ડ આવશે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Nov 24, 2026 01:46 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">