AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 5 યાત્રિકો માટે નાવિકો બન્યા તારણહાર, જુઓ Video

Breaking News : તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 5 યાત્રિકો માટે નાવિકો બન્યા તારણહાર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2026 | 2:32 PM
Share

નર્મદા નદીમાં સ્નાન કરતી વખતે પાંચ યાત્રિકોને પાણીનાં પ્રવાહનો અંદાજ ન રહેતા તેઓ તણાવા લાગ્યા હતા. વડોદરાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પાંચ યાત્રિકો માટે નાવિકો તારણહાર બન્યા હતા.

વડોદરાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પાંચ યાત્રિકો માટે નાવિકો તારણહાર બન્યા છે. માર્કંડેશ્વર ઘાટ પાસે સ્નાન કરતાં પાંચ યાત્રિકો તણાયા જેમને બચાવાયા હતા.પાણીનાં પ્રવાહનો અંદાજ ન રહેતાં યાત્રિકોની સ્થિતી ગંભીર બની હતી. સ્થાનિક નાવિકોની સમજબુઝથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.નર્મદા નદીમાં સ્નાન કરતી વખતે પાંચ યાત્રિકોને પાણીનાં પ્રવાહનો અંદાજ ન રહેતા તેઓ તણાવા લાગ્યા હતા. જોતજોતામાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ અને કિનારે ઉભેલા લોકોમાં ભય ફેલાઈ ગયો.

દેવદૂત બન્યા નાવિકો

આ સમયે નદીમાંથી પસાર થઈ રહેલા નાવચાલકો તેમજ કિનારે નાવડી લાંગરીને ઉભા રહેલા નાવિકો માટે આ દ્રશ્ય જોઈને એક ક્ષણ પણ ગુમાવવાનો સમય નહોતો. તેઓ તરત જ દેવદૂત બનીને બચાવ માટે દોડી ગયા. નાવિકોએ પોતાની નાવડી પાછી વાળી, પ્રવાહ સામે ઝઝૂમીને ડૂબી રહેલા પાંચેય યાત્રિકોને એક પછી એક સહીસલામત રીતે બહાર કાઢ્યા. પોતાના જીવની પરવા કર્યા વગર કરાયેલા આ સાહસિક બચાવ કાર્યથી પાંચેય યાત્રિકોના જીવ બચી ગયા હતા.

આ બહાદુરી અને માનવતાએ ફરી એકવાર સાબિત કરી આપ્યું કે, ચાંદોદના નાવિકો એટલે નર્મદા નદીના સાચા રખેવાળ.બચી ગયેલા યાત્રિકો અને તેમના પરિવારજનોએ હૃદયપૂર્વક નાવિકોનો આભાર માન્યો હતો અને તેમની આ કામગીરીને બિરદાવી હતી.વડોદરા જિલ્લાનું પ્રસિદ્ધ તીર્થધામ છે. પિતૃ તર્પણ, શ્રાદ્ધ અને અસ્થિ વિસર્જન માટે હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે. અહીં કપિલેશ્વર મહાદેવ, શેષાસાયી નારાયણ, પિંગલેશ્વર મહાદેવ અને કાશી વિશ્વનાથ જેવા મંદિરો આવેલા છે. મોટી સંખ્યામાં યાત્રિકો અહી આવતા હોય છે.

 

Breaking News : જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાનો આજે છેલ્લો દિવસ, 8 લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી, જુઓ વીડિયો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">