Breaking News : ‘નકલી દેવી-દેવતાઓની પૂજાથી દૂર રહો’..શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન, ધાર્મિક વર્તુળોમાં ચર્ચા તેજ
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે હિંદુ ધર્મના લોકોએ માત્ર પંચદેવી-દેવતાની પૂજા કરવી જોઈએ. આપણા બાપ-દાદાઓ જે દેવી-દેવતાઓની પૂજા કરતા આવ્યા છે
અમદાવાદમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ હિંદુ ધર્મ અને દેવી-દેવતાઓની પૂજાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે હિંદુ ધર્મના લોકોને નકલી દેવી-દેવતાઓ અને બનાવટી ધાર્મિક પરંપરાઓની પૂજાથી દૂર રહેવાની તાકીદ કરી છે. શંકરાચાર્યે કોઈ ચોક્કસ સંપ્રદાયનું નામ લીધા વગર પોતાના નિવેદન દ્વારા નિશાન સાધ્યું હતું. જોકે, તેમના આ નિવેદન બાદ વિવાદ ઊભો થયો છે.
શંકરાચાર્યનું દેવી-દેવતાઓની પૂજાને લઈને મોટું નિવેદન
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે હિંદુ ધર્મના લોકોએ માત્ર પંચદેવી-દેવતાની પૂજા કરવી જોઈએ. આપણા બાપ-દાદાઓ જે દેવી-દેવતાઓની પૂજા કરતા આવ્યા છે, તેમની જ પૂજા કરવી જોઈએ. તે સાથે તેમણે કહ્યું કે, જે દેવી-દેવતાઓનું શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણન નથી, તેમની પૂજા કરવાની કોઈ જરૂર નથી.
મૂળ ધર્મને પકડી રાખો! નકલી દેવી-દેવતા ના પૂજો
શંકરાચાર્યે લોકોને પોતાના મૂળ ધર્મ અને પરંપરાઓ સાથે જોડાયેલા રહેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે નકલી દેવી-દેવતાઓ અને બનાવટી ધાર્મિક માન્યતાઓથી દૂર રહેવું જોઈએ. કેટલાક લોકો ધર્મમાં દૂધમાં પાણી ભેળવવાનું કામ કરી રહ્યા છે. આથી લોકોએ પોતાની ધાર્મિક પરંપરાઓ અને શાસ્ત્રોમાં દર્શાવેલી માન્યતાઓને જ અનુસરવી જોઈએ.
નિવેદન બાદ ધાર્મિક વર્તુળોમાં ચર્ચા તેજ
શંકરાચાર્યના આ નિવેદનને લઈને ધાર્મિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. જોકે, તેમણે કોઈ સંપ્રદાય કે વ્યક્તિનું નામ લીધું નથી, તેમ છતાં તેમના નિવેદનને લઈને વિવાદ ઊભો થયો છે. હવે આ નિવેદન અંગે વિવિધ ધાર્મિક સંગઠનો અને અનુયાયીઓ તરફથી કેવા પ્રતિભાવો સામે આવે છે તેના પર સૌની નજર છે.
Breaking News : અમદાવાદ પોલીસે 15 કિલોમીટર સુધી મોબાઇલ સ્નેચરનો પીછો કરી ઝડપી પાડ્યો , જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
નકલી દેવી-દેવતાની પૂજાથી દૂર રહો..શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું નિવેદન
જામનગરમાં વીજળી ગુલ થતાં લિફ્ટમાં ફસાયા છ વૃદ્ધો...
અમદાવાદના ગ્યાસપુરમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, 80થી વધુ ઝૂંપડા ચપેટમાં
ડુંગળીના ભાવ પ્રતિમણ ₹862 સુધી પહોંચતા ખેડૂતો ખુશ ! Video
