Breaking News : જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાનો આજે છેલ્લો દિવસ, 8 લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી, જુઓ વીડિયો
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાનો આજે છેલ્લો દિવસ છે. સવારે 7 વાગ્યે પરિક્રમાનો પ્રવેશદ્વાર ઇંટવા ગેટ બંધ કરવામાં આવ્યો હતો.કલેક્ટરના જાહેરનામા મુજબ ઇંટવા ગેટ બંધ કરવામાં આવ્યો હતો. સવારે 7 વાગ્યા પહેલાં આવેલા ભાવિકોને પ્રવેશ અપાયો હતો.છેલ્લા દિવસે પણ પરિક્રમાર્થીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહગત વર્ષે ભારે વરસાદને પગલે પરિક્રમા રદ કરવામાં આવી હતી.
જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર યોજાતી લીલી પરિક્રમાનો આજે, 24 નવેમ્બરના રોજ આજે છેલ્લો દિવસ છે. વહેલી સવારે 7:00 વાગ્યે ઇંટવા ગેટ પરથી પરિક્રમા માટેનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. તેમ છતાં, હાલમાં પણ અંદાજે 20 થી 25 હજાર શ્રદ્ધાળુઓ પરિક્રમાના માર્ગ પર ઉપસ્થિત છે અને તેઓ સાંજ સુધીમાં પોતાની પરિક્રમા પૂર્ણ કરીને બહાર નીકળી જશે તેવી આશા છે.
આ વર્ષે ગિરનાર લીલી પરિક્રમામાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો. અત્યાર સુધીમાં અંદાજે 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આ પવિત્ર પરિક્રમા પૂર્ણ કરી છે.
વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા, વ્યવસ્થા અને સ્વચ્છતા માટે સઘન પગલાં લેવામાં આવ્યા હતા, જેમાં પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા માર્ગનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ભક્તોએ વહીવટી તંત્રની વ્યવસ્થા અને સુરક્ષાની પ્રશંસા કરી હતી.આ વર્ષની ગિરનાર લીલી પરિક્રમા ભક્તિ અને શ્રદ્ધાના અનોખા માહોલ માટે યાદગાર બની રહી છે.
વહીવટી તંત્રની વ્યવસ્થાની પ્રશંસા
પરિક્રમા કરવા આવેલા એક ભક્તે પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, “ગયા વર્ષે અમે આવ્યા હતા, પરંતુ ભારે વરસાદને કારણે પરિક્રમા રદ થઈ હતી અને અમે ફક્ત ગિરનાર પર્વત જ ચડી શક્યા હતા. પરંતુ આ વર્ષે અમે પરિક્રમા કરી શક્યા છીએ.” તેમણે વહીવટી તંત્રની વ્યવસ્થાની પ્રશંસા કરતા ઉમેર્યું કે, “સર્વત્ર પોલીસકર્મીઓ તૈનાત હતા. પૂરી સુરક્ષા હતી અને ડરવાની કોઈ વાત નહોતી. આ વર્ષે પ્રશાસન દ્વારા લેવાયેલા સુરક્ષા પગલાં અને સ્વચ્છતા જાળવણીના પ્રયાસો શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ સંતોષકારક રહ્યા છે. ખાસ કરીને પરિક્રમા માર્ગને પ્લાસ્ટિક મુક્ત રાખવાનો પ્રયાસ પર્યાવરણ પ્રેમીઓ અને શ્રદ્ધાળુઓ બંને દ્વારા આવકારવામાં આવ્યો છે.
Travel Tips : દિલજીત દોસાંઝ પહોંચ્યો ગિરનાર , શું તમે જાણો છો આ સ્થળ શા માટે ખાસ છે અને ગિરનાર કેવી રીતે પહોંચવું? અહી ક્લિક કરો
Breaking News : જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાનો આજે છેલ્લો દિવસ
અમદાવાદ પોલીસે ૧૫ કિલોમીટર સુધી મોબાઇલ સ્નેચરનો પીછો કરી ઝડપી પાડ્યો
આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો દિવસ
વડોદરામાં રોડ બાંધકામની ગુણવત્તા સામે સવાલો, સ્થાનિકોનો ગંભીર આરોપ
