Lift Rescue Video : જામનગરમાં વીજળી ગુલ થતાં લિફ્ટમાં ફસાયા છ વૃદ્ધો, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
જામનગરના રોયલ એમ્પાયર બિલ્ડિંગમાં વીજ પુરવઠો ખોરવાતા લિફ્ટ અટકી પડી હતી. ફિઝિયોથેરાપી માટે આવેલા ચાર મહિલા અને બે પુરુષ સહિત છ વૃદ્ધો ફસાઈ ગયા હતા.
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા રોયલ એમ્પાયર બિલ્ડિંગમાં અચાનક વીજ પુરવઠો ખોરવાતાં એક મોટી ઘટના બની હતી. વીજળી ગુલ થવાના કારણે બિલ્ડિંગની લિફ્ટ અચાનક અટકી પડી, જેમાં ફિઝિયોથેરાપી સેન્ટરમાં કસરત માટે આવેલા છ વૃદ્ધો ફસાઈ ગયા હતા. ફસાયેલા લોકોમાં ચાર મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. આ ઘટના બીજા માળે બની હતી, જેના કારણે લિફ્ટમાં ફસાયેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
બિલ્ડિંગમાં જનરેટરની સુવિધા હોવા છતાં, લિફ્ટ સાથે તેનું જોડાણ ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ લિફ્ટમાં ફસાયેલા તમામ છ વૃદ્ધોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને તમામ લોકોને સલામત બચાવી લેવામાં આવ્યા હતા. આ બનાવ બાદ બિલ્ડિંગમાં લિફ્ટની સુરક્ષા વ્યવસ્થા અને ઇમરજન્સી પાવર બેકઅપ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
ગીર સોમનાથમાં સિંહણોનો આતંક! ગામમાં ઘૂસી ગાયનો શિકાર કર્યો, CCTVમાં દૃશ્યો કેદ
જામનગરમાં વીજળી ગુલ થતાં લિફ્ટમાં ફસાયા છ વૃદ્ધો...
અમદાવાદના ગ્યાસપુરમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, 80થી વધુ ઝૂંપડા ચપેટમાં
ડુંગળીના ભાવ પ્રતિમણ ₹862 સુધી પહોંચતા ખેડૂતો ખુશ ! Video
ગીર સોમનાથમાં સિંહણોનો આતંક! ગામમાં ઘૂસી આવતા ગ્રામજનો ગભરાયા
