Stock Market : 83.7 મિલિયન બોનસ શેર ! કંપની રોકાણકારોને 1 ઉપર 1 શેર ફ્રી અને ડિવિડન્ડ બંને આપશે, તમે આ સ્ટોકમાં કેટલા રૂપિયા રોક્યા છે ?
સ્ટોક માર્કેટમાં ભારે ઉથલપાથલ બાદ ડાયગ્નોસ્ટિક કંપનીએ તેના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ સાથે જ કંપનીએ ડિવિડન્ડ અને બોનસ શેરની જાહેરાત કરી છે.

કંપનીનો વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો ₹129 કરોડથી વધીને ₹151 કરોડ થયો છે, જે આશરે 17% નો વધારો દર્શાવે છે. તેની કુલ આવક પણ ₹660 કરોડથી વધીને ₹731 કરોડ થઈ છે. EBITDA ₹202 કરોડથી વધીને ₹224.3 કરોડ થયો છે. જો કે, કંપનીનો EBITDA માર્જિન ક્વાર્ટર દરમિયાન 31% પર સ્થિર રહ્યો છે.

ડાયગ્નોસ્ટિક કંપનીએ તેના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો સાથે ₹10 ફેસ વેલ્યુવાળા શેર દીઠ ₹7 નું બીજું વચગાળાનું ડિવિડન્ડ (70%) જાહેર કર્યું છે. આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 7 નવેમ્બર, 2025 છે અને ચુકવણી આગામી 30 દિવસમાં કરવામાં આવશે, તેવા સમાચાર બહાર આવ્યા છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, અગાઉ કંપનીએ જુલાઈ 2025 માં પ્રતિ શેર ₹6 નું પહેલું વચગાળાનું ડિવિડન્ડ અને માર્ચ 2025 માટે ₹6 નું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું હતું. વધુમાં કંપનીએ 1:1 રેશિયોમાં બોનસ શેર આપવાનું નક્કી કર્યું છે, એટલે કે દરેક શેર ઉપર એક વધારાનો શેર રોકાણકારોને મળશે.

સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, આ બોનસ શેર સિક્યોરિટીઝ પ્રીમિયમ એકાઉન્ટમાંથી ફાળવવામાં આવશે. કુલ 83.7 મિલિયન બોનસ શેર ઇસ્યુ કરવામાં આવશે, જેની કુલ કિંમત આશરે ₹83.77 કરોડ છે. બોનસ શેરનું ક્રેડિટ અથવા ડિસ્પેચ 30 ડિસેમ્બર, 2025 સુધીમાં પૂર્ણ થશે.

ડૉ. લાલ પેથલેબ્સના શેર હાલમાં લગભગ ₹3,090.6 પર ટ્રેડ થઈ રહ્યા છે. કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 53.21% છે અને તેમાં 1,00,000 થી વધુ રિટેલ શેરધારકો છે. આ પહેલી વાર છે, જ્યારે કંપની તેના રોકાણકારોને બોનસ શેર ઓફર કરી રહી છે. અત્યાર સુધી કંપની ફક્ત ડિવિડન્ડનું વિતરણ કરતી હતી.
આ જરૂરથી વાંચજો: Business Idea : એક મહિનાનો પગાર એક સીઝનમાં મળશે ! મહિને ₹30,000 થી ₹2 લાખ જેટલી કમાણી કરો અને નફાની ઉડાન ભરો
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરમાર્કેટને લગતી આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
