Business Idea : એક મહિનાનો પગાર એક સીઝનમાં મળશે ! મહિને ₹30,000 થી ₹2 લાખ જેટલી કમાણી કરો અને નફાની ઉડાન ભરો
ગુજરાતમાં પતંગ અને દોરીનો ધંધો ખૂબ લોકપ્રિય છે. મકર સંક્રાંતિની સીઝન આવતા જ લોકોમાં ખુશીઓ છવાઈ જાય છે. એવામાં તમે આ ધંધો શરૂ કરીને અઢળક રૂપિયા કમાઈ શકો છો.

આ ધંધો જાન્યુઆરી પહેલા એક થી બે મહિનામાં શરૂ થઈ જાય છે અને જો યોગ્ય રીતે સ્ટોક તેમજ વેચાણ સંભાળવામાં આવે તો સીઝન પૂરી થાય તે પહેલાં જ લાખો રૂપિયાનો નફો કમાઈ શકો છો. આ બિઝનેસમાં કોઈ જ મોટું રોકાણ કરવાની જરૂર નથી, માત્રને માત્ર ₹20,000 થી ₹30,000 સુધીના સ્ટોકથી આ કામ શરૂ કરી શકાય છે.

જો તમારું ઘર બજાર નજીક છે તો નાનો સ્ટોલ લગાવીને પણ આ વ્યવસાય શરૂ કરી શકાય છે. તમે સ્કૂલ, કોલેજ, સોસાયટી અથવા વધુ અવરજવર થતી હોય તેવી જગ્યા પાસે પણ સ્ટોલ લગાવી શકો છો.

આ બિઝનેસમાં મુખ્ય ખર્ચ પતંગ-દોરીનો સ્ટોક, દુકાનનું ભાડા (જો દુકાન ભાડે હોય તો), માર્કેટિંગ અને ટ્રાન્સપોર્ટમાં થાય છે. કુલ ખર્ચ અંદાજે ₹30,000 થી ₹1 લાખ જેટલો રહે છે, જ્યારે મેન્યુફેક્ચરિંગ કરવાથી ₹2 થી ₹3 લાખ સુધીનું રોકાણ જરૂરી બને છે. માલ ખરીદવા માટે અમદાવાદના રખિયાલ, રિલીફ રોડ અને કાલુપુર જેવા વિસ્તાર ફેમસ છે. સુરત અને રાજકોટમાં પણ દોરીના હોલસેલ માર્કેટ ઉપલબ્ધ છે.

રિટેલ ધંધામાં નફો સામાન્ય રીતે 30% થી 50% જેટલો મળે છે, જ્યારે હોલસેલમાં 15% થી 25% સુધીનો નફો મળી રહે છે. મકરસંક્રાંતિના દિવસો પહેલા તમે રોજના ₹2,000 થી ₹10,000 સુધીની કમાણી કરી શકો છો અને એક સીઝનમાં કુલ ₹30,000 થી ₹2 લાખ સુધીનો નફો મેળવી શકાય છે.

આ બિઝનેસ શરૂ કરવાનો સૌથી યોગ્ય સમય નવેમ્બર મહિનાના અંતથી લઈને ડિસેમ્બર મહિનાની શરૂઆત સુધીનો છે. આ સમય દરમિયાન બિઝનેસ શરૂ કરવાથી તમને ઉતરાયણ પહેલાં બજારમાં નવી ડિઝાઇનવાળા પતંગ અને દોરી સપ્લાય કરવાની તક મળે છે, જેથી ગ્રાહકોને તહેવાર પહેલા આકર્ષક પ્રોડક્ટ્સ મળી શકે.

જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ઉદ્યમ રજીસ્ટ્રેશન અને જો Export કરવું હોય તો IEC કોડની જરૂર પડે છે. માર્કેટિંગ માટે Instagram, Facebook અને WhatsApp Group નો ઉપયોગ કરી શકાય છે, જ્યારે ઑફર અને ડિસ્કાઉન્ટથી ગ્રાહકો આકર્ષી શકાય છે.

હોલસેલ માટે સ્થાનિક ફેક્ટરી અને સપ્લાયર સાથે ડીલ કરો, જ્યારે રિટેલ માટે તમે તમારા બ્રાન્ડના નામે “કાઈટ કીટ” બનાવી શકો છો, જેમાં પતંગ અને દોરીના પેક જોવા મળે. Meesho, Amazon અને Flipkart જેવા પ્લેટફોર્મ્સથી ઓનલાઇન વેચાણ પણ કરી શકો છો.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
