AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દુબઈના પામ જુમેરાહ પર ઈરાનનો મિસાઈલ હુમલો, આખું બુર્જ ખલીફા કરાવાયું ખાલી, જુઓ Video

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાને દુબઈના Palm Jumeirah અને Dubai Airport નજીક મિસાઈલ હુમલા કર્યા. અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલા બાદ 'ઓપરેશન ફતહ-એ-જંગ' હેઠળ આ કાર્યવાહી થઈ.

Breaking News : દુબઈના પામ જુમેરાહ પર ઈરાનનો મિસાઈલ હુમલો, આખું બુર્જ ખલીફા કરાવાયું ખાલી, જુઓ Video
| Updated on: Feb 28, 2026 | 10:59 PM
Share

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાન દ્વારા દુબઈના પ્રતિષ્ઠિત વિસ્તારમાં મિસાઈલ હુમલો કરાયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હવાઈ હુમલા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. કહેવાય છે કે ઈરાને ‘ઓપરેશન ફતહ-એ-જંગ’ હેઠળ અનેક દેશોને નિશાન બનાવતાં મિસાઈલ પ્રહાર શરૂ કર્યા છે.

અહેવાલ મુજબ દુબઈના Palm Jumeirah વિસ્તારમાં મિસાઈલ પડતાં ભારે ધડાકા સંભળાયા હતા. ત્યાં આવેલી Fairmont The Palm હોટલને નુકસાન પહોંચ્યાની માહિતી મળી રહી છે. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં ઇમારતમાં આગ લાગેલી જોવા મળે છે અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ફેલાયેલા દેખાય છે.

Dubai International Airport નજીક પણ ધડાકા સંભળાયા

દુબઈ અને Abu Dhabi સહિતના વિસ્તારોમાં વિસ્ફોટોના અહેવાલો મળ્યા છે. Dubai International Airport નજીક પણ ધડાકા સંભળાયા હોવાનું કહેવાય છે, જેના પગલે કેટલીક ફ્લાઇટ્સ આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. અનેક દેશોએ પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ સક્રિય કરી છે.

આ તણાવ વચ્ચે વિશ્વની સૌથી ઊંચી ઇમારત Burj Khalifa ખાલી કરાવવામાં આવી હોવાના અહેવાલો છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તેઓએ આકાશમાં મિસાઈલ ઉડતી જોઈ અને ત્યારબાદ એલાર્મ તથા સાયરન વાગતા સંભળાયા. કેટલાક વીડિયોમાં પ્રવાસીઓ હોટલ અને પૂલ વિસ્તારેથી સુરક્ષિત સ્થળે ખસતા જોવા મળે છે.

સવારમાં Tehran પર અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલાના દાવા બાદ ઈરાને વળતો પ્રહાર કર્યો હોવાનું જણાવાયું છે. અહેવાલ મુજબ ઈરાની મિસાઈલોએ અમેરિકન લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં કાટમાળ રહેણાંક વિસ્તારો પર પડ્યો હોવાની માહિતી છે.

આ દરમિયાન United Arab Emirates સરકારે અબુ ધાબીમાં એક નાગરિકના મૃત્યુની પુષ્ટિ કરી છે. કતાર, બહેરીન, કુવૈત અને સાઉદી અરેબિયાએ પણ મિસાઈલોને રોકવાના પ્રયાસોની જાણ કરી છે. પરિસ્થિતિ હજી પણ તંગ છે અને વધુ સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.

ઇરાન-ઇઝરાયલ તણાવની અસર ગુજરાત પર, અમદાવાદ એરપોર્ટ પર 12 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ, મુસાફરો અટવાયા

પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ
પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ
કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video
કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video
મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ
મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ
નવસારીમાં હોળી એટલે ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સંગમ
નવસારીમાં હોળી એટલે ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સંગમ
વડાપ્રધાન મોદી આજે દેશને આપશે ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ
વડાપ્રધાન મોદી આજે દેશને આપશે ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ
કાંકરિયા થી રિવરફ્રન્ટ સુધી ફ્લોટિંગ સોલર પેનલ
કાંકરિયા થી રિવરફ્રન્ટ સુધી ફ્લોટિંગ સોલર પેનલ
ગુજરાતીઓનું પ્રિય સ્થળ માઉન્ટ આબુનું નામ બદલાઈ ગયું, જાણો નવું નામ
ગુજરાતીઓનું પ્રિય સ્થળ માઉન્ટ આબુનું નામ બદલાઈ ગયું, જાણો નવું નામ
નિયમ તોડશો તો દંડ નક્કી! શેરડીના રસ પર મનપાની સખ્ત નજર
નિયમ તોડશો તો દંડ નક્કી! શેરડીના રસ પર મનપાની સખ્ત નજર
હોળી માટે વતન જવાની હોડ! ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહાસાગર
હોળી માટે વતન જવાની હોડ! ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહાસાગર
કુદરતને નજીકથી માણવા માટે હમણાં જ પ્લાન કરો ટ્રિપ
કુદરતને નજીકથી માણવા માટે હમણાં જ પ્લાન કરો ટ્રિપ
g clip-path="url(#clip0_868_265)">