Stock Market : આટલી કંપનીઓ આપી રહી છે ’10 રૂપિયા’થી વધુનું ડિવિડન્ડ, રોકાણકારો પાસે લાભ લેવાની છેલ્લી તક
70 થી વધુ કંપનીઓની કોર્પોરેટ કાર્યવાહીની એક્સ-ડેટ મંગળવાર અથવા તો તે પછી પડી રહી છે. સરળ રીતે કહીએ તો, રોકાણકારો પાસે હજુ પણ આટલી કંપનીઓનું ડિવિડન્ડ મેળવવાની તક છે.

આવતા અઠવાડિયે, 80 થી વધુ શેરોની એક્સ-ડેટ્સ આવી રહી છે, જેમાંથી મોટાભાગની કંપનીઓએ ડિવિડન્ડનું એલાન કર્યું છે. 70 થી વધુ કંપનીઓની કોર્પોરેટ કાર્યવાહી માટેની એક્સ-ડેટ મંગળવાર અથવા તો તે પછી પડી રહી છે.

આનો અર્થ એ છે કે, રોકાણકારો પાસે હવે આ કંપનીઓના ડિવિડન્ડનો લાભ લેવાની છેલ્લી તક છે. ઓવરઓલ જોઈએ તો, કુલ 13 કંપનીઓ એવી છે કે જે 10 રૂપિયા કે તેથી વધુનું ડિવિડન્ડ આપી રહી છે.

ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝની એક્સ-ડેટ 12 ઓગસ્ટ છે અને કંપનીએ 10 રૂપિયા ડિવિડન્ડ આપ્યું છે. આ સિવાય આઇસીઆઇસીઆઇ બેંકની એક્સ-ડેટ પણ 12 ઓગસ્ટ છે અને બેંકે 11 રૂપિયા ડિવિડન્ડ આપ્યું છે.

ઇન્ટરગ્લોબ એવિએશનની એક્સ-ડેટ 13 ઓગસ્ટ છે અને કંપનીએ 10 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું છે. બીજીબાજુ MPS Ltd ની એક્સ-ડેટ 13 ઓગસ્ટ છે અને કંપનીએ 50 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું છે.

પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એક્સ-ડેટ 13 ઓગસ્ટ છે અને કંપનીએ 10 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ આપ્યું છે. એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એક્સ-ડેટ 14 ઓગસ્ટ છે અને કંપનીએ 13.75 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું છે.

ગ્લેન્ડ ફાર્માની એક્સ-ડિવિડન્ડ તારીખ 14 ઓગસ્ટ છે અને કંપનીએ રૂ. 18 નું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનની એક્સ-ડિવિડન્ડ ડેટ 14 ઓગસ્ટ છે અને કંપનીએ રૂ. 10.5 નું ડિવિડન્ડ આપ્યું છે.

કોવાઈ મેડિકલ સેન્ટર એન્ડ હોસ્પિટલ લિમિટેડની એક્સ-ડિવિડન્ડ ડેટ 14 ઓગસ્ટ છે અને કંપનીએ રૂ. 10 નું ડિવિડન્ડ આપ્યું છે. એલજી બાલકૃષ્ણન એન્ડ બ્રોસ લિમિટેડની એક્સ-ડિવિડન્ડ તારીખ 14 ઓગસ્ટ છે અને કંપનીએ રૂ. 20 નું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું છે.

મહારાષ્ટ્ર સીમલેસની એક્સ-ડિવિડન્ડ તારીખ 14 ઓગસ્ટ છે અને કંપનીએ રૂ. 10 નું ડિવિડન્ડ આપ્યું છે. મહાનગર ગેસની એક્સ-ડિવિડન્ડ તારીખ 14 ઓગસ્ટ છે અને કંપનીએ રૂ. 18 નું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું છે.

મોર્ગનાઇટ ક્રુસિબલ ઇન્ડિયાની એક્સ-ડિવિડન્ડ તારીખ 14 ઓગસ્ટ છે અને કંપનીએ રૂ. 19 નું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
