Paris Olympics 2024 : ભારતીય હોકી ટીમ મેડલથી એક જીત દૂર, સતત બીજી વખત ઓલિમ્પિકની સેમિફાઇનલમાં જગ્યા બનાવી

પેરિસ ઓલિમ્પિક 2024માં હોકીની પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મેચ ભારતીય હોકી ટીમ અને ગ્રેટ બ્રિટન વચ્ચે રમાઈ હતી. આ મેચનું પરિણામ શૂટઆઉટમાં આવ્યું હતું.

| Updated on: Aug 04, 2024 | 3:48 PM
 ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં તેની ક્વાર્ટર ફાઈનલ મેચ ગ્રેટ બ્રિટન સામે રમી હતી. ભારત ગ્રેટ બ્રિટનને હરાવીને ટોક્યો ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં પહોંચ્યું છે.

1 / 6
આ વખતે બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કરનારી ભારતીય હોકી ટીમે આ મેચમાં પણ જોરદાર શરૂઆત કરી હતી, પરંતુ ગ્રેટ બ્રિટને પણ શાનદાર રમત બતાવી હતી. જેના કારણે મેચનું પરિણામ શૂટઆઉટમાં આવ્યું હતું.

2 / 6
પેનલ્ટી શૂટઆઉટમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. જેમાં ભારતે બ્રિટનને 4-2થી હરાવ્યું હતું. ભારત તરફથી પહેલો શોટ હરમનપ્રીત સિંહ નો આવ્યો અને આ પછી ભારત તરફથી સુખજીત, લલિત અને રાજકુમારે ગોલ કર્યો હતો.

3 / 6
આ મેચમાં ભારતીય ટીમને બીજા ક્વાર્ટરમાં જ મોટો ઝટકો લાગ્યો હતો. અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યું હતું, જેના કારણે તે આખી મેચમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ભારતીય હોકી ટીમે આખી મેચ માત્ર 10 ખેલાડીઓ સાથે રમવી પડી હતી. પરંતુ આ પછી પણ ભારતીય હોકી ટીમે સારું પ્રદર્શન કર્યું હતુ.

4 / 6
 તમને જણાવી દઈએ કે ભારતે શૂટઆઉટમાં 4-2થી મેચ જીતી લીધી હતી. શ્રીજેશની આ છેલ્લી ઓલિમ્પિક છે. તે પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યો છે.

5 / 6
હોકીમાં ક્વાર્ટર ફાઈનલ જીત્યા બાદ ભારતીય ટીમના ગોલકીપર શ્રીજેશે કહ્યું, 'મેં મારી જાતને કહ્યું કે આ મારી છેલ્લી મેચ હોઈ શકે છે. અથવા જો હું (ગોલ) બચાવીશ તો મને વધુ 2 મેચ રમવા મળશે. હું આ મેચ જીતીને ખૂબ જ ખુશ છું.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">